ઉદ્યોગપતિ અનિલ અંબાણી માટે આ સપ્તાહની શરૂઆત સારી રહી છે. અનિલ અંબાણીને દરેક જગ્યાએથી સારા સમાચાર મળી રહ્યા છે. પહેલા દિલ્હી હાઈકોર્ટે તેની કંપની રિલાયન્સ પાવરને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI)ના પ્રતિબંધ અને જાહેર નોટિસમાંથી રાહત આપી હતી, હવે SECIએ રિલાયન્સ પાવરને મોકલેલી તેની નોટિસ પાછી ખેંચી લીધી છે. SECIએ રિલાયન્સ પાવરને આપવામાં આવેલી પ્રતિબંધની નોટિસ પાછી ખેંચી લીધી છે.
પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો
SECIએ રિલાયન્સ પાવરને મોકલેલી પ્રતિબંધની નોટિસ પાછી ખેંચી લીધી છે. આ નોટિસ પાછી ખેંચી લીધા બાદ અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપની હવે SECIના ભાવિ ટેન્ડરમાં ભાગ લઈ શકશે. 6 નવેમ્બરના રોજ SECI જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે અમલીકરણ એજન્સી તરીકે કામ કરે છે, તેણે 'બનાવટી દસ્તાવેજો' સબમિટ કરવા બદલ રિલાયન્સ પાવર લિમિટેડ અને રિલાયન્સ NU BESS લિમિટેડ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. SECIએ કહ્યું કે, આ મામલે કાનૂની કાર્યવાહી બાદ રિલાયન્સ પાવરને આપવામાં આવેલી પ્રતિબંધની નોટિસ તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવામાં આવી છે.
રિલાયન્સ પાવરના શેર ફોકસમાં રહેશે
કોર્ટ અને SECI તરફથી રાહત મળ્યા બાદ આજે રિલાયન્સ પાવરના શેર પર ફોકસ રહેશે. મંગળવારે રિલાયન્સ પાવરનો શેર 1 ટકા વધીને 39 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. હવે SECI તરફથી રાહત મળ્યા બાદ કંપનીના શેરમાં વધુ વધારો થવાની ધારણા છે. રિલાયન્સ પાવરને નવા કોન્ટ્રાક્ટ અને ટેન્ડર મળી રહ્યા છે.
શેરબજારને આપેલી માહિતી દરમિયાન, રિલાયન્સ પાવરે સ્ટોક એક્સચેન્જને કરેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, SECIની પ્રતિબંધ નોટિસ પાછી ખેંચી લેવા સાથે કંપની અને તેની પેટા કંપનીઓ SECI દ્વારા જારી કરાયેલા તમામ ટેન્ડરોમાં ભાગ લેવા માટે પાત્ર છે. જો કે, રિલાયન્સ NU BESS લિમિટેડ (અગાઉનું મહારાષ્ટ્ર ઊર્જા ઉત્પદન લિમિટેડ) તેમાં સામેલ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech