BREAKING NEWS

યુક્રેનને મોટી રાહત: યુરોપિયન યુનિયને ₹90 અબજ યુરોની લોન મંજૂર કરી, રશિયા પર નવા પ્રતિબંધો લાદ્યા

  • April 23, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુક્રેન માટે એક ઐતિહાસિક ક્ષણ આવી છે. યુરોપિયન યુનિયનના કાઉન્સિલે 23 એપ્રિલના રોજ ઔપચારિક રીતે યુક્રેન માટે 90 અબજ યુરો (આશરે 106 અબજ અમેરિકી ડૉલર)ની લોન અને રશિયા સામે 20મું પ્રતિબંધ પેકેજ મંજૂર કર્યું છે, જે કિવ માટે એક મોટો આધાર સાબિત થશે.


લોનનો ઉપયોગ ક્યાં થશે?
આ 90 અબજ યુરોની લોનમાંથી 30 અબજ યુરો યુક્રેનની મૂળભૂત નાણાકીય જરૂરિયાતો અને બજેટ સહાય માટે ફાળવવામાં આવશે, જ્યારે 60 અબજ યુરો લશ્કરી ક્ષમતા મજબૂત કરવા અને સંરક્ષણ સાધનોની ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું કે આ લોન "આપણી સૈન્ય શક્તિ વધારશે, યુક્રેનને વધુ મજબૂત બનાવશે, અને નાગરિક જવાબદારીઓ પૂર્ણ કરવામાં મદદ કરશે."


રશિયા પર નવા પ્રતિબંધો

20મા પ્રતિબંધ પેકેજ હેઠળ રશિયાના ઉર્જા, નાણાકીય અને વ્યાપાર ક્ષેત્ર પર નવા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. સાથે જ "શેડો ફ્લીટ" (ગુપ્ત જહાજો) પર અંકુશ વધારવામાં આવ્યો છે અને LNG ટેન્કર તથા આઈસ-બ્રેકર જહાજો માટેની સર્વિસ પર પ્રતિબંધ લગાવ્યો છે. EU ના મુખ્ય રાજદ્વારી કાજા કાલ્લાસે કહ્યું, "રશિયાનો યુદ્ધ અર્થતંત્ર વધતા દબાણ હેઠળ છે, જ્યારે યુક્રેનને મોટો ટેકો મળ્યો છે."


હંગેરી-સ્લોવાકિયાનો અવરોધ કેવી રીતે દૂર થયો?
જાન્યુઆરીમાં રશિયન હુમલો થવાના કારણે "ડ્રુઝ્બા" ઓઈલ પાઈપલાઈન બંધ પડ઼ી હતી, જેના પગલે હંગેરી અને સ્લોવાકિયાએ યુક્રેનની લોન અટકાવી દીધી હતી. 22 એપ્રિલની સવારે ઓઈલ પ્રવાહ ફરી શરૂ થતાં, બંને દેશોએ વિરોધ પાછો ખેંચ્યો. 23 એપ્રિલે EU ના બહુ-વર્ષીય નાણાકીય માળખામાં ફેરફાર કરી, 90 અબજ યુરોની લોન આપવા માટેનો છેલ્લો કાનૂની અવરોધ દૂર કરવામાં આવ્યો. 


​​​​​​​EU નો સ્પષ્ટ સંદેશ

યુક્રેન આ લોનની ચૂકવણી ત્યારે કરશે જ્યારે રશિયા પાસેથી યુદ્ધ-વળતર (war reparations) મળશે. EU બજારમાંથી ઉધાર લઈ આ ભંડોળ ઉભું કરાશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application