BREAKING NEWS

ઓટો સેક્ટરમાં મોટો આંચકો:- EV માર્કેટે બગાડ્યું જાપાનની દિગ્ગજ કંપનીનું ગણિત; ૭૦ વર્ષના ઇતિહાસમાં 'Honda' ને પહેલીવાર થયો મોટો લોસ!

  • June 05, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિશ્વભરની ઓટોમોબાઈલ કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી ઇલેક્ટ્રિક વાહનો (EV) પર મોટો દાવ લગાવી રહી છે. એવું માનવામાં આવતું હતું કે ભવિષ્યમાં માત્ર ઈવી ગાડીઓ જ બજાર પર રાજ કરશે, પરંતુ હાલની વાસ્તવિકતા કંઈક જુદી જ વાર્તા કહી રહી છે. જાપાનની જાણીતી કાર અને બાઇક ઉત્પાદક કંપની હોન્ડા (Honda) ને પોતાની ઈવી વ્યૂહરચનાના કારણે જોરદાર ફટકો પડ્યો છે. કંપનીને તેના ૭૦ વર્ષના લાંબા ઇતિહાસમાં


પહેલીવાર વાર્ષિક ઓપરેટિંગ નુકસાનનો સામનો કરવો પડ્યો છે.


 ૪૨૩ અબજ યેનનું નુકસાન:- ક્યાં કાચું કપાયું?અહેવાલો અનુસાર, હોન્ડાએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે આશરે ૪૨૩ અબજ યેનનું ઓપરેટિંગ નુકસાન નોંધાવ્યું છે. આ નુકસાન પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે
ઈવીની ધીમી માંગ:- કંપનીએ ઇલેક્ટ્રિક વાહનોના ડેવલપમેન્ટમાં અબજોનું આંધણ કર્યું હતું, પરંતુ બજારમાં ગ્રાહકોએ ઈવી ખરીદવામાં ધાર્યા જેટલો ઉત્સાહ ન દાખવ્યો.


ગ્રાહકોની બદલાતી પસંદગી:- આજે પણ ઘણા દેશોમાં ગ્રાહકો શુદ્ધ ઈવી ખરીદવાને બદલે હાઇબ્રિડ (Hybrid) અથવા પેટ્રોલ વાહનોને વધુ પસંદ કરી રહ્યા છે.
સરકારી નીતિઓ અને સ્પર્ધા:- અમેરિકા જેવા મોટા દેશોમાં ઈવી પર મળતી ટેક્સ સબસિડી ખતમ થવી, આયાત ડ્યુટીમાં વધારો અને ચીનની કંપનીઓ દ્વારા સસ્તા ભાવે વેચાતી ઈવી કારોને કારણે હોન્ડા બજારમાં ટકી શકી નહીં.


 હવે 'ગીયર' બદલશે હોન્ડા:- હાઇબ્રિડ અને બાઇક બિઝનેસ પર ફોકસઆ ભારે નુકસાન બાદ હોન્ડા કંપનીએ પોતાની ભવિષ્યની યોજનાઓમાં વ્યાપક ફેરફારો કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે


રોકાણ પર બ્રેક:- કંપનીએ કેનેડામાં ઈવી અને બેટરી ઉત્પાદન માટે સૂચવેલા કેટલાક મોટા રોકાણો હાલ પૂરતા રોકી દીધા છે.
વ્યૂહરચના પર પુનર્વિચાર:- વર્ષ ૨૦૪૦ સુધીમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની બનવાના પોતાના લક્ષ્ય પર હોન્ડા હવે ફરીથી વિચાર કરી રહી છે.


નવો ટાર્ગેટ:- હવે કંપની ઇલેક્ટ્રિક વાહનો પાછળ દોડવાને બદલે ગ્રાહકોની વાસ્તવિક માંગને સમજીને હાઇબ્રિડ વાહનો , મોટરસાઇકલ બિઝનેસ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ યોજના માટે તેણે ભારત, જાપાન અને ઉત્તર અમેરિકાને પોતાના મુખ્ય બજારો તરીકે પસંદ કર્યા છે.ઓટોમોબાઈલ નિષ્ણાતોનું માનવું છે કે હોન્ડાનો આ નિર્ણય સમગ્ર ઓટો ઇન્ડસ્ટ્રી માટે એક મોટો સંકેત છે કે ગ્રાહકોની જરૂરિયાત સમજ્યા વિના માત્ર ઈવી પાછળ આંધળી દોટ મૂકવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News