BREAKING NEWS

IPL ઇતિહાસનો સૌથી મોટો ધમાકો: ₹15,286 કરોડમાં વેચાઈ ‘રાજસ્થાન રોયલ્સ’; વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટીમ બની

  • March 24, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. આઈપીએલની પ્રથમ સીઝનની ચેમ્પિયન ટીમ 'રાજસ્થાન રોયલ્સ' (RR) હવે નવા માલિકના હાથમાં ગઈ છે. અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ કાલ સોમાણીએ આ ટીમને અકલ્પનીય કિંમતે ખરીદી લીધી છે. આ સોદો એટલો મોટો છે કે તેણે ફૂટબોલ અને બાસ્કેટબોલની વિશ્વ વિખ્યાત ટીમોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે.


સોદો જેણે ઈતિહાસ રચી દીધો
રાજસ્થાન રોયલ્સના વેચાણની વિગતો જાણીને કોઈ પણ રમત પ્રેમીની આંખો પહોળી થઈ જાય તેમ છે. સોદાની વાત કરીએ તો આશરે ૧૫,૨૮૬ કરોડ રૂપિયા છે. મૂળ ભારતીય અને હાલ અમેરિકાના ખ્યાતનામ ઉદ્યોગપતિ કાલ સોમાણીએ કરી છે. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સ હવે માત્ર આઈપીએલની જ નહીં, પણ વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ટીમ બની ગઈ છે. તેણે પ્રખ્યાત ફૂટબોલ ક્લબ અને એનબીએ ટીમોના વેલ્યુએશનને પણ પાછળ છોડી દીધું છે.


શા માટે આટલી મોટી કિંમત?
રાજસ્થાન રોયલ્સ હંમેશા 'મનીબોલ' વ્યૂહરચના અને ટેલેન્ટ હન્ટ માટે જાણીતી રહી છે. નિષ્ણાતોના મતે આ સોદા પાછળના મુખ્ય કારણો:

૧. વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુ: RR પાસે માત્ર ભારત જ નહીં, પણ વિદેશમાં પણ મોટું ફેન બેઝ છે.


​​​​​​​૨. ડિજિટલ રાઈટ્સ: આઈપીએલના વધતા જતા મીડિયા અને ડિજિટલ રાઈટ્સની આવકને જોતા રોકાણકારો તેમાં મોટું ભવિષ્ય જોઈ રહ્યા છે.


૩. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ: અમેરિકન ઉદ્યોગપતિઓ હવે ભારતીય ક્રિકેટ માર્કેટમાં સિંહફાળો આપવા તૈયાર છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application