જુનાગઢ ખાતે સાસરે આવેલી બિહારની એક મહિલાને ગમતું નહી હોવાથી રાત્રે ૧:૩૦ વાગ્યે ઘર છોડી દીધુ હતુ. ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં રેલ્વે અધિકારી દ્વારા કોલ આવેલ કે એક યુવતી મળી આવેલ છે.જેથી તેની મદદ માટે ૧૮૧ ટીમની મદદની જરૂર હોય જેથી ફરજ પરના કર્મચારી કાઉન્સિલર પ્રિયંકા ચાવડા, મધુબેન ઓડેદરા સ્થળ પર દોડી ગયેલ અને મહિલા આર.પી.એફ.એ.એસ.આઈ. હેતુભા ગોહિલને મળીને સમગ્ર હકીકત જાણેલ કે યુવતી રાત્રે ૧:૩૦ વાગ્યાની આસપાસ બેઠેલા જોવા મળેલ તેને પુછપરછ કરતા જણાવેલ કે,તેઓ બિહાર રાજ્યના વતની હોય અને અને ગુજરાતમાં લગ્ન થયા ને પંદર દિવસ જેવું થયેલ હોય તેને સાસરીમાં ગમતું ના હોય જેથી તેમના સાસુ લગ્ન કરાવેલ તે ભાઈના ઘરે જુનાગઢ મુકી ગયેલ હોય પરંતુ યુવતીને તેના ઘરે બિહાર જવુ હોવાથી ત્યાંથી નીકળી આવેલ અને રેલ્વે સ્ટેશન પહોંચી ગયા હોય જેથી સમગ્ર હકીકત જાણી કાઉન્સિલિંગ કરેલ તેના પિતાનો સંપર્ક કરી તેમની દીકરી જુનાગઢ રેલ્વે સ્ટેશન પરથી મળી આવેલ છે,તેની જાણ કરેલ જેથી તે એમના પિતા દીકરીને ગુજરાત લેવા માટે આવતા હોવાથી તેમને પિતાને આવતા બે ત્રણ દિવસ જેટલો સમય લાગે તેમ હોવાથી યુવતીને જુનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરમાં લાંબા સમયના કાઉન્સેલિંગ અને આશ્રય માટે સોંપેલ હોય. યુવતીના પિતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને રેલ્વે પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.