*એલપીજી પર સબસીડી જોઈતી હોય તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજીયાત*
*એલપીજી પર સબસીડી જોઈતી હોય તો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજીયાત*
September 25, 2026 11:08 AM
આગામી મહિનો એલપીજી ગ્રાહકો માટે મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે. આગામી ૧ ઓક્ટોબરથી દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડર બુકિંગ સાથે જોડાયેલા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ, હવે સિલિન્ડર બુક કરવા અને તેની સબસિડીનો લાભ મેળવવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો ગ્રાહકો નિર્ધારિત સમય પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તો તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રેગ્યુલેટેડ રિટેલ સેલિંગ પ્રાઈસ પર લાગુ એલજીપી સબસિડી સાથે ગેસ સિલિન્ડર રિફિલ બુક કરવા માટે આધાર અપ આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરવું અનિવાર્ય છે. જો કોઈ ગ્રાહક આ પ્રક્રિયા નહીં કરે, તો તેમનું સિલિન્ડર મળવાનું બંધ નહીં થાય, પરંતુ તેઓ સરકાર દ્વારા મળતી સબસિડીના લાભથી વંચિત રહી જશે. પરિણામે, ગ્રાહકોએ બજાર ભાવ મુજબ મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવું પડશે.આથી જે ગ્રાહકો સરકારી સબસિડીનો લાભ સતત મળતો રહે તેવી ઈચ્છતા હોય તેમણે આ પ્રક્રિયા જલ્દી કરવી જરૂરી છે.