BREAKING NEWS

પેટ્રોલ, ડીઝલ અને ઇંધણનો સ્ટોક ખતમ થતા ક્યુબામાં બ્લેકઆઉટ

  • May 15, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

        કેરેબિયાના ટચુકડા દેશ ક્યુબામાં પેટ્રોલ, ડીઝલ અને ઇંધણ તેલનો સ્ટોક ખતમ થઈ ગયો છે આથી દેશભરમાં લોકો બ્લેકઆઉટનો સામનો કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, ક્યુબામાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે રાજધાની હવાના સહિત ઘણા વિસ્તારોમાં દરરોજ 20 થી 22 કલાક વીજળી ગુલ થઈ રહી છે, જેના કારણે આખા શહેરો અંધારામાં ડૂબી ગયા છે. આ બ્લેકઆઉટથી લોકોના જીવનને ભારે અસર થઈ છે. વારંવાર વીજળી ગુલ થવાથી લોકોનો ગુસ્સો આસમાને પહોચી રહ્યો છે. ઘણા શહેરોમાં, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરી રહ્યા છે.

     


 દેશના ઉર્જા મંત્રીએ ટીવી પર આ અંગે લાઈવ કર્યું હતું અને લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી.વીજળી ગુલ થવાથી હોસ્પિટલની કામગીરી ખોરવાઈ રહી છે, શાળાઓમાં બાળકો માટે મુશ્કેલીઓ વધી રહી છે, અને કારખાનાઓ પણ બંધ થવાના આરે છે. જાહેર પરિવહન અને આવશ્યક સેવાઓ પણ આ કટોકટીનો સામનો કરી રહી છે, જે સામાન્ય લોકોના જીવનને સંપૂર્ણપણે ખોરવી રહી છે.આ મુશ્કેલીઓ વચ્ચે, ક્યુબાના ઉર્જા મંત્રી, વિસેન્ટે ડે લા ઓ લેવી, ટીવી પર લાઇવ દેખાયા અને સ્પષ્ટપણે જણાવ્યું કે દેશ પાસે હવે ડીઝલ અને ઇંધણ તેલનો કોઈ ભંડાર નથી, અને કહ્યું કે તેમની પાસે કંઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે સમગ્ર વીજ વ્યવસ્થા હવે ફક્ત સ્થાનિક ક્રૂડ તેલ અને કુદરતી ગેસ પર આધારિત છે. ઇંધણની તીવ્ર અછતને કારણે, પાવર પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતા નથી, જેના કારણે સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.



વીજ કટોકટી માટે સરકારે યુએસ પર માછલા ધોયા


           ક્યુબા સરકારે આ વીજ કટોકટી માટે યુએસની કડક આર્થિક અને તેલ પ્રતિબંધ નીતિને જવાબદાર ઠેરવી છે. જાન્યુઆરી 2026 માં, યુએસ વહીવટીતંત્રે ક્યુબાને તેલ સપ્લાય કરતી કંપનીઓ અને જહાજો સામે કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. આ પછી, પેમેક્સ સહિત ઘણા સપ્લાયર્સે તેલ શિપમેન્ટ ઘટાડી દીધા, જેના કારણે દેશનો ઉર્જા પુરવઠો ખોરવાઈ ગયો અને સમગ્ર દેશ અંધકારમાં ડૂબી ગયો. વેનેઝુએલા લાંબા સમયથી ક્યુબાને સસ્તા તેલનો પુરવઠો પૂરો પાડતું આવ્યું છે, પરંતુ 2026માં ત્યાં રાજકીય પરિવર્તન અને અમેરિકાના દબાણને પગલે, આ પુરવઠો લગભગ બંધ થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application