ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ આગામી તારીખ ૨૭ થી શ થઈ રહી છે. ત્યારે બોર્ડ દ્રારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિધાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે અને તેમાં રોલ નંબર સહિતની વિગતો ભરવા માટે કુલ ૧૫ મિનિટનો સમય વધુ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આ ૧૫ મિનિટમાંથી પાંચ મિનિટ પરીક્ષાર્થીઓને ઉત્તરવહીની વિગતો લખવા માટે અને ૧૦ મિનિટ પ્રશ્નપત્ર વાંચવા માટે આપવામાં આવશે.
વર્ગખડં કે બહાર ગેરરીતિના કેસ પકડનાર અધિકારી, કર્મચારી, નિરીક્ષકો, સ્કવોડના સભ્યો માંથી જે કોઈ કેસ પકડે તેમણે આવા પરીક્ષાથીની તમામ વિગતો અને ફાઈલ તૈયાર કરવાની રહેશે. ભૂતકાળમાં અનેક કિસ્સામાં સ્થળ પર પૂરતી કાર્યવાહી નહીં થવાના કારણે આખરી નિર્ણય લેવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે બોર્ડે આ નિર્ણય કર્યેા છે. કોપી કેસ કરનારે આવા વિધાર્થીઓનું નિવેદન, પકડાયેલ સાહિત્ય પર વિધાર્થી અને કેસ કરનાર અધિકારીની સહી, નામ સરનામા ગેરરીતીનો કેસ કરનારના સ્વયં સ્પષ્ટ્ર રિમાર્ક, રોજકામ વગેરે પૂર્ણ કરવાનું રહેશે. જો આમ નહીં થાય તો જે તે અધિકારી કે સ્કવોડના સભ્યની વ્યકિતગત જવાબદારી ગણવામાં આવશે. બોર્ડની આ પરીક્ષામાં કુલ ૧૪,૩૦,૦૦૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જે અગાઉની પરીક્ષાઓ કરતા ઓછા છે. કુલ ૧,૬૬૧ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. વિધાર્થીઓની સંખ્યા ઘટવાના કારણે આ વખતે ૩,૩૦૩ બ્લોક ઘટાડવામાં આવ્યા છે. જોકે વધારાના નવા ૨૭ કેન્દ્ર પણ ખોલવામાં આવ્યા છે. પરીક્ષાના બે દિવસ અગાઉ એટલે કે તારીખ ૨૫ થી ગાંધીનગર ખાતે રાય કક્ષાનો કંટ્રોલમ શ કરવામાં આવશે અને તે રાઉન્ડ ધ કલોક ચાલુ રહેશે. આ ઉપરાંત પરીક્ષાના આગલા દિવસથી તમામ જિલ્લા કક્ષાઓએ પણ કંટ્રોલમ શ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી ચાલશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ ૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી ચાલશે. ધોરણ ૧૦ માં ૪૨૮૫,ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૮૨૨ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૪૪ દિવ્યાંગ પરીક્ષાથી નોંધાયા છે. પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થી કે પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા કોઈ કર્મચારી કે અધિકારી મોબાઈલ સાથે લઈ જઈ શકશે નહીં. મોબાઇલ સાથે રાખવાની છૂટ એકમાત્ર સ્કવોડના સભ્યોને જ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech