BREAKING NEWS

હળવદ નજીક નર્મદા કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

  • September 09, 2026 09:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ: હળવદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હળવદની મોડર્ન સ્કૂલ પાછળ આવેલી નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
બનાવની જાણ થતાં હળવદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની હાલ ઓળખ થઈ શકી નથી. જેથી હળવદ પોલીસે મૃતકની ઓળખ તેમજ તેના વાલીવારસની શોધખોળ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસ દ્વારા મૃતક અંગે કોઈ માહિતી ધરાવતા નાગરિકોને હળવદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application