પ્રાપ્ત વિગત મુજબ અમરેલી એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રાજુલાના કોયાવા ગામે કોઈપણ જાતની ડિગ્રી વગર ડોક્ટર દર્દીઓની સારવાર કરી ક્લિનિક ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે એસઓજીની ટીમે ભેરાઈ પીએચસીના તબીબ અને ટીમે સાથે રાખી કોયાવા ગામે બોર્ડ વગરના ક્લિનિકમાં પહોંચ્યા હતા ત્યાં હાજર ડોક્ટર તરીકે પોતાની ઓળખ આપનારનું નામ પૂછતાં પોતાનું નામ હરેરામ હરદેવભાઇ સાહની (ઉવ.૫૫-રહે.હાલ કોવાયા રામભાઇ વીરાભાઇ ના મકાનમાં તા.રાજુલા,મુળ-રહે.ચૈોધરીપુર ઉતરપ્રદેશ)નો હોવાનું જણાવતા તબીબ પાસેથી આરોગ્ય વિભાગની ટિમએ સરકાર માન્ય ડિગ્રી કે રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર માગતા જે પોતા પાસે ન હોવાનું જણાવતા પોલીસે શખ્સની અટકાયત કરી દવા અને મેડિકલ સાધનો મળી કુલ રૂ.18,111નો મુદામાલ કબ્જે કરી મરીન પીપાપાવ પોલીસ મથકમાં સોંપી જરૂરી કાર્યવાહી કરી હતી.
રાજ્યમાં બોગસ ડોકટરોનો છાસવારે પકડાઈ રહ્યા છે અને હજુએ તંત્રની ધ્યાન બહાર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પ્રેકટિસ લરી લોકોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છે. આવા બોગસ ડોક્ટરોને પકડવા માટે તાલુકા ક્ષેત્રના પોલીસ સ્ટેશન અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બોગસ ક્લિનિકોને તાળા લાગી શકે છે, કોયાવામાંથી જે બોગસ ડોક્ટર પકડાયોએ રાજુલાના ભેરાઇ પીએચસી કાર્યક્ષેત્રમાં આવે છે પરંતુ ત્યાંના મેડિકલ ઓફિસર ડો.હર્ષ જાનીને જયારે એસઓજીએ જાણ કરી ત્યારે અહીં બોગસ ક્લિનિક ચાલતું હોવાની ખબર પડી હતી અને પોલીસની સાથે રહી કાર્યવાહી કરી ફરિયાદી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech