તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓમાં ઓવર સ્પીડ વાહન ચલાવવામાં જામનગરનો રાજયમાં બીજો નંબર આવ્યો હતો, આમ પણ અવાર નવાર ઓવર સ્પીડના કારણે નાના મોટા અકસ્માતો અને નિર્દોશ લોકોને ત્રાસ થતો હોવાની ફરીયાદો ઉઠે છે દરમ્યાન જામનગર ટ્રાફિક શાખા દ્વારા ઓવર સ્પીડીંગ કરતા એક બોલેરો ચાલકને પકડી લીધો હતો. શહેરમાં બેફામ ગતીએ વાહન ચલાવનારા પર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલના કેમેરા બાઝ નજર રાખી રહયા છે.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ શહેર વિસ્તારમાં ઓવર સ્પીડીંગ કરતા તેમજ પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકી બેફીકરાઇથી વાહનો હંકારતા વાહન ચાલકો ઉપર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જામનગર માફરતે સતત મોનીટરીંગ કરી બાજ નજર રાખી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન તથા સુચના મુજબ એક બોલેરો ચાલક સાત રસ્તાથી લાલબંગલાથી ટાઉનહોલ તરફ ઓવર સ્પીડીંગ કરતા તેમજ પોતાની તથા અન્ય માણસોની જીંદગી જોખમમાં મુકી બેફીકરાઇથી પોતાનું વાહન હંકારતો હોય તેવા સીસી ફુટેજ પીએસઆઇ બી.બી. સિંગલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા રજુ કરતા પીઆઇ એમ.બી. ગજજર દ્વારા બોલેરો ચાલકને પકડી પાડવા સુચના કરેલ હોય.
કમમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર જામનગરના સીસીટીવી ફુટેજ વીડીયો ફુટેજનું એનાલીસીસ કરતા સદર બોલેરો નં. જીજે૧૦ટીવાય-૧૨૦૫ જાણવા મળતા સદર બોલેરો ચાલકને શોધી પકડી પાડી તેની વિરુઘ્ધ સીટી-બી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૨૮૧ તથા એમવીએકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી પો.હેડ કોન્સ. એસ.એન. વાળા દ્વારા કરવામાં આવી હતી.
જામનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવા ફુલસ્પીડ વાહનચાલકો પર કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટર દ્વારા વોચ રાખવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તેમજ તમામ વાહનચાલકોને પોતાનું વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમો પાળવા પ્રજાજોગ સંદેશમાં અપીલ કરવામાં આવી છે.