BREAKING NEWS

પડધરીના રંગપર પાસે દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ: રૂ.૮.૨૧ લાખનો મુદ્દામાલ કબજે

  • February 24, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પડધરી પોલીસ મથકના સ્ટાફે રંગપર નજીક ન્યારી ડેમ પાસેથી દારૂ ભરેલી બોલેરો ઝડપી લીધી હતી. પોલીસે બોલેરોમાંથી રૂપિયા 5.11 લાખની કિંમતનો 852 બોટલ દારૂનો જથ્થા સહિત કુલ રૂપિયા 8.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા સાથે મનહરપુરમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના પગલે ગોંડલ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ મથકના પીઆઇ એસ.એન. પરમારની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે રંગપર ગામે ન્યારી ડેમ પાસેથી શંકાસ્પદ બોલેરો પીકપ વાહન ઝડપી લીધું હતું.

પોલીસે આ બોલેરોમાં તપાસ કરતા તેમાં તાડપત્રી બાંધેલી હોય અને તેની નીચે લાકડાના પાટીયાની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો. બોલેરોમાંથી રૂપિયા 5,11,200 ની કિંમતનો 852 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, દારૂના જથ્થા સાથે બોલેરો ચાલક પોપટ ધારાભાઈ ઝાપડા (રહે હાલ. મનહરપુર-૧ જામનગર રોડ, દ્વારકાધીશ પેટ્રોલ પંપ સામે, રાજકોટ) ને ઝડપી લીધો હતો.

પોલીસે દારૂનો આ જથ્થો બોલેરો પીકપ વાહન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 8,21,22 નો મુદ્દામાલ કબજે કરી દારૂનો આ જથ્થો આરોપી ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો સહિતની બાબતો અંગે ઝડપાયેલા શખસની પોલીસ પૂછપરછ કરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News