BREAKING NEWS

બોલિવૂડના સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ગિરધર સ્વામી: અનેક નવા ચહેરાઓને આપી ફિલ્મી દુનિયામાં તક

  • August 03, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી વેલકમ ટુ ધ જંગલ ફિલ્મનું કાસ્ટિંગ ડિરેક્ટર ગિરધર સ્વામીએ કર્યું હતું. બોલિવૂડમાં ફિલ્મની સફળતા માત્ર અભિનેતા કે દિગ્દર્શક પર જ આધારિત નથી હોતી, પરંતુ યોગ્ય કલાકારોની પસંદગી કરનાર કાસ્ટિંગ ડિરેક્ટરની ભૂમિકા પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે. આવા જ સફળ અને જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરોમાં ગિરધર  સ્વામીનું નામ અગ્રણી ગણાય છે. છેલ્લા લગભગ ૨૦ વર્ષથી તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહી અનેક સુપરહિટ ફિલ્મો અને વેબ પ્રોજેક્ટ્સ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે.


ગિરધર  સ્વામીએ વર્ષ ૨૦૦૯માં આમિર ખાન અભિનીત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ૩ ઈડિયટ્સથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે રાઉડી રાઠોડ, ઝિંદગી ના મિલેગી દોબારા, અંધાધૂન, વઝીર, સનમ તેરી કસમ, કૂલી નં.૧, યારિયાં ૨, ઇન્ડિયા લોકડાઉન, વેલકમ ટુ ધ જંગલ સહિત ૭૫થી વધુ ફિલ્મો, ૧૦થી વધુ શોર્ટ ફિલ્મો અને ૧૫થી વધુ મ્યુઝિક વીડિયોમાં કાસ્ટિંગનું કાર્ય સંભાળ્યું છે.


તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક નવા ચહેરાઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હર્ષવર્ધન રાણે, શ્રદ્ધા દાસ, ગૌતમ ગુલાટી, આકાંક્ષા પુરી, વારિના હુસૈન સહિત અનેક કલાકારોને યોગ્ય તક અપાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હોવાનું નોંધાય છે.ગિરધર  સ્વામીએ રાજકુમાર હિરાણી, પ્રભુદેવા, ડેવિડ ધવન, શ્રીરામ રાઘવન, મધુર ભંડારકર, બેજોય નાંબિયાર, અહમદ ખાન સહિતના જાણીતા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. વિવિધ પ્રકારની ફિલ્મોમાં પાત્રને અનુરૂપ કલાકારોની પસંદગી કરવાની તેમની ક્ષમતાને કારણે તેઓ ફિલ્મ ઉદ્યોગમાં વિશ્વસનીય કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ઓળખાય છે.


હાલમાં તેઓ કેટલીક નવી ફિલ્મોના કાસ્ટિંગ સાથે જોડાયેલા છે. તેમાં હેરાફેરી ૩, લકી અને અન્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે આગામી સમયમાં રિલીઝ થવાના છે. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ વેબ સિરીઝ, જાહેરાતો અને મ્યુઝિક વીડિયો જેવા નવા માધ્યમોમાં પણ ગિરધર  સ્વામીએ પોતાની છાપ છોડી છે. બદલાતા સમય સાથે કાસ્ટિંગની પદ્ધતિમાં આવેલા પરિવર્તનોને તેમણે સ્વીકારી નવી પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ સતત ચાલુ રાખ્યું છે.

Writing- Urvashi Vadoliya




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application