BREAKING NEWS

બ્રાઝિલમાં ડ્રગ માફિયાઓ પર બોમ્બ વર્ષા: ૮૦નાં મોત

  • October 29, 2025 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાઝીલના શહેરોમાં રેડ કમાન્ડો તરીકે ઓળખાતા ડ્રગ્સ સિન્ડિકેટના ગુંડાઓ અને સુરક્ષાદળો વચ્ચે ભયંકર યુદ્ધ
શેરી ગલીઓમાં માફિયાઓની લાશોના ખડકલા: ડ્રગ માફિયાઓના વળતા પ્રહારમાં ચાર પોલીસકર્મીઓના પણ મો



બ્રાઝીલમાં ડ્રગના વધતા કારોબારને નાથવા અને ડ્રગની હેરફેર કરતા માફીયાઓના નેટવર્કને તોડી પડવા પોલીસે ખાસ ઓપરેશન શ કયુ છે.આ ઓપરેશન રિયો ડી જાનેરો શહેરમાં ચાલુ છે. અહીં યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ છે. રિયો ડી જાનેરો લાંબા સમયથી કોમાન્ડો વર્મેલ્હો અને ટેર્સેરો કોમાન્ડો પુરો જેવા ડ્રગ લોડર્સના નિયંત્રણ હેઠળ છે. ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટ ચલાવતા
માફિયાઓએ ૫૦ થી વધુ બસો હાઇજેક કરી ટ્રાફિક રોકયો
ગેંગના સભ્યોએ પોલીસ પર ડ્રોન હત્પમલા કર્યા. તેઓએ અનેક સ્થળોએ રસ્તાઓ અવરોધિત કર્યા, ૫૦ થી વધુ બસો હાઇજેક કરી અને ટ્રાફિકને અવરોધિત કર્યેા. રિયોની શેરીઓ યુદ્ધ જેવી લાગી. શેરીઓમાં ઘણા ગુંડાઓના મૃતદેહ પડેલા મળી આવ્યા. ભય અને આતંકનું વાતાવરણ એટલું તીવ્ર હતું કે નજીકની શાળાઓ અને યુનિવર્સિટીઓ બધં કરી દેવામાં આવી હતીરિયોના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન
પોલીસે ડ્રગ ટ્રાફિકિંગ કરનારાઓ પર કાર્યવાહી કરવા માટે હેલિકોપ્ટર અને આર્મર્ડ વાહનોનો ઉપયોગ કરીને દરોડા પાડા. આ કાર્યવાહી દરમિયાન ભારે ગોળીબાર થયો અને અનેક આગ લાગી. પોલીસે આશરે ૮૧ શંકાસ્પદોની ધરપકડ કરી, જેમાં ચાર પોલીસ અધિકારીઓ સહિત આશરે ૬૦ માફિયા સભ્યો માર્યા ગયા. પોલીસે ૭૫ થી વધુ રાઇફલ્સ અને મોટી માત્રામાં ડ્રગ્સ પણ જ કર્યા. આ કાર્યવાહીને રિયોના ઇતિહાસમાં સૌથી મોટી અને લોહિયાળ કામગીરી તરીકે વર્ણવવામાં આવી રહી છે. પોલીસ ડ્રગ માફિયાઓને સંપૂર્ણપણે નાશ કરવાના મિશનને અનુસરી રહી છે અને તેમના ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે.પોલીસે મોટી માત્રામાં કોકેન (૨૦૦ કિલો), રોકડ રકમ અને કેટલાક શક્રો જ કર્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application