BREAKING NEWS

ગોંડલમાં મેઘમહેર: સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં આશાપુરા ડેમ ઓવરફ્લો

  • September 21, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ માં ધોધમાર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરની જીવાદોરી સમાન આશાપુરા ડેમ છલકાઈ ગયો છે. લાંબા સમયની રાહ જોયા બાદ સારો વરસાદ થતા અને ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક લોકો તેમજ ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી જવા પામી છે.ભારે બફારા અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એકસાથે ત્રણ ઇંચ જેટલું પાણી વરસી જતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, પરંતુ સૌથી મોટા અને રાહતના સમાચાર આશાપુરા ડેમ તરફથી મળ્યા હતા.વરસાદને પગલે ડેમમાં નવા નીરની જંગી આવક થઈ હતી. ડેમ તેની પૂર્ણ સપાટીએ પહોંચી જતાં તેમાંથી પાણી ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. છલકાયેલા ડેમનો ધસમસતો પ્રવાહ નયનરમ્ય દ્રશ્યો સર્જી રહ્યો હતો, જે તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડેમની પાળ પરથી પાણીનો મોટો પ્રવાહ વહી રહ્યો છે. આ આહલાદક દ્રશ્ય જોવા માટે ગોંડલવાસીઓ મોટી સંખ્યામાં ડેમ સાઈટ પર ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application