તાજેતરમાં રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૨માં સદર બજારમાં આવેલ પશુ દવાખાનાથી હોટલ ધ ગ્રાન્ડ ઠાકર સુધીના વોંકળામાં બોક્સ કલ્વર્ટ બનાવવાનુ ખાતમુહુર્ત ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત ખાતમુહૂર્ત વેળાએ વોર્ડ નં.૨ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, વિક્રમસિંહ જાડેજા, જે.ડી ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, પુષ્પક જૈન, રાજુભાઈ ખંભાતિયા, ભરતભાઈ વીરડા, ઘનશ્યામભાઈ મકવાણા, જયશુખભાઈ પરમાર, રજણભાઈ સિંધવ, અશ્વિનભાઈ, વિજયભાઈ અગ્રાવત, ગોપાલભાઈ અગ્રાવત, હર્ષદભાઈ ડોડીયા, દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, પલવીબેન ચૌહાણ, અમીબેન પારેખ, હિરલબેન કટારીયા, ભાનુબેન વેકરીયા, વર્ષાબેન રાવલ, નેહાબેન રાજ, જયનાબેન પરમાર તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.