જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા આયોજિત છઠ્ઠી એડિશનમાં 265 થી વધુ સ્ટોલ્સ સાથે ઉદ્યોગ સાહસિકો અને નવીનતમ ટેકનોલોજીનો અનોખો સંગમ
એક્ઝિબિશનમાં કેન્દ્રીય અને રાજ્ય સ્તરની સંસ્થાઓનો જબરો સહયોગ
જામનગર:
ગુજરાતના ઔદ્યોગિક નકશા પર બ્રાસ સિટી તરીકે સુવર્ણ અક્ષરે અંકિત જામનગર શહેરમાંલ ઔદ્યોગિક વિકાસની ગતિને વધુ વેગવંતી બનાવવાના ઉમદા હેતુ સાથે જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આયોજિત "ટેક ફેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ ફેર"ની ભવ્ય કહી (સિક્સથ) એડિશનનું આયોજન આગામી તારીખ ૭ જાન્યુઆરીથી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવ્યું છેલ જે રાજકોટ-ખંભાળીયા બાયપાસ રોડ પર સ્થિત જી.આઈ.ડી.સી. ફેસ-૩ ખાતે યોજાશે. જામનગરમાં છેલ્લા પચાસેક વર્ષથી ૧૦,૦૦૦થી પણ વધુ નાના-મોટા બ્રાસપાર્ટસના ઉદ્યોગો ધમધમી રહ્યા છે, ત્યારે આ પરંપરાગત ઉદ્યોગોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા અને નવી ઊંચાઈઓ સર કરવા માટે આ મેગા ફેર એક ઉત્પ્રેરક બળ પૂરું પાડશે. આ ચાર દિવસીય મહાકુંભમાં દેશભરના ખ્યાતનામ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યા છેલ જેઓ ૨૬૫ જેટલા સુસજ્જ સ્ટોલ્સમાં પોતાની શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને અત્યાધુનિક મશીનરીનું લાઈવ પ્રદર્શન કરશેલ જેથી સ્થાનિક ઉદ્યોગકારોને ઘરઆંગણે જ વિશ્વસ્તરીય ટેકનોલોજી નિહાળવાની તક મળે.

જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ)નો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર પ્રદર્શન યોજવાનો નથીલ પરંતુ જામનગરના વર્ષો જૂના ઉદ્યોગોને નવીનતમ ટેકનોલોજી અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડીને તેમનું આધુનિકીકરણ (Modernization) કરવાનો છે. આ ભગીરથ કાર્યમાં એસોસીએશનને સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડીયા જેવી પ્રોફેશનલ એજન્સીનો સહયોગ સાંપડયો છેલ જેના કારણે સમગ્ર આયોજન અત્યંત વ્યવસ્થિત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહ્યું છે. આ મેગા ઈવેન્ટમાં ઉદ્યોગ સાહસિકોને માત્ર મશીનરી જ નહીં પરંતુ ઉત્પાદન પ્રક્રિયામાં સુધારોલ ગુણવત્તામાં વૃદ્ધિ અને ખર્ચમાં ઘટાડો કેવી રીતે કરી શકાય તે અંગેની નવી દિશાઓ પણ મળી રહેશે. આ એક એવું પ્લેટફોર્મ સાબિત થશે જ્યાં જૂની પેઢીના અનુભવ અને નવી પેઢીની ટેકનોલોજીનો સુમેળ સધાશેલ જે આખરે જામનગરના અર્થતંત્રને એક નવી મજબૂતી પ્રદાન કરશે.

આ મેગા ઈન્ડસ્ટ્રીઝ ફેરની વિશાળતા અને ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કેલ આ આયોજનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ સંસ્થાઓ તેમજ વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. જેમાં ખાસ કરીને ગુજરાત પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડલ ઈન્ડસ્ટ્રીયો એકસટેન્સન બ્યુરો (INDEXTb), ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GIDC), એમ.એસ.એમ.ઈ.લ ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA), ધી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (દયમ૯ અને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસીએશનર ગુજરાત (FIA) જેવી ટોચની સંસ્થાઓ સામેલ છે. તદુપરાંત, સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝલ જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, જામનગર એક્ઝીમ મેટલ મર્ચન્ટ એસોસીએશન, સાપર વેરાવલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, લોધીકા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જામનગર સહકારી ઉદ્યોગ સંઘ લિમિટેડ, લઘુ ઉદ્યોગ ભારતી - જામનગર અને છેક સુરતથી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (SGCCI) પણ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઈન્ડસ્ટ્રી કમિશ્નરેટ - ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો પણ મહત્વપૂર્ણ સહયોગ મળી રહ્યો છે, જે દર્શાવે છે કે સરકાર પણ લઘુ ઉદ્યોગોના વિકાસ માટે કેટલી કટિબદ્ધ છે.

ટેક ફેસ્ટનું ભવ્ય ઉદ્ઘાટન તારીખ ૭ જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ કલાકે નક્કી કરવામાં આવ્યું છે, જેમાં આધ્યાત્મિક અને રાજકીય જગતના દિગ્ગજો એક મંચ પર જોવા મળશે. આ પ્રસંગે ૫ નવતન પુરીધામ ખીજડા મંદિરના પરમ પૂજ્ય આચાર્ય કૃષ્ણમણીજી મહારાજના પાવન સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય થશે. ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પ્રાથમિકલ માધ્યમિક અને પૌઢ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાલ જામનગરના લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માડમ અને જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા ખાસ ઉપસ્થિત રહીને ઉદ્યોગકારોનો ઉત્સાહ વધારશે.
આ ઉપરાંતલ આ ગરિમાપૂર્ણ પ્રસંગે ૭૭-જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલલ રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને ૭૯-જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના અનેક રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ તમામ નેતાઓ અને અધિકારીઓની હાજરી જામનગરના ઔદ્યોગિક વિકાસ માટે સરકાર અને સ્થાનિક તંત્રની એકસૂત્રતાનું પ્રતીક છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં હજારોની સંખ્યામાં મુલાકાતીઓલ ઉદ્યોગકારો, એન્જિનિયર્સ અને ટેકનિકલ વિદ્યાર્થીઓ ઉમટી પડે તેવી શક્યતા છે, જે અહીં પ્રદર્શિત થનારી નવીનતમ ટેકનોલોજી અને મશીનરીમાંથી પ્રેરણા મેળવશે.

આટલા વિશાળ સ્તરના આયોજનને સફળ બનાવવા માટે એસોસીએશનના હોદ્દેદારો છેલ્લા ઘણા સમયથી રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમના સુચારુ સંચાલન અને સફળતા માટે એસોસીએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ જી. પટેલલ મંત્રી જીગ્નેશભાઈ બી. લાવટી અને ખજાનચી જીતેનભાઈ કે. શાહ પોતાની આગવી સૂઝબૂઝથી નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. આ સાથે જ ટેક ફેસ્ટ્ની વિશેષ જવાબદારી સંભાળી રહેલા ઈવેન્ટ ચેરમેન અશોકભાઈ કાછડીયા, જોઈન્ટ ઈવેન્ટ ચેરમેન પરેશભાઈ હરપાલ, ઈવેન્ટ વાઈસ ચેરમેન પરેશભાઈ વાઘર, ઈવેન્ટ જોઈન્ટ વાઈસ ચેરમેન અશોકભાઈ દોમડિયા અને ઈવેન્ટ મંત્રી પિયુષભાઈ પાંભર તથા સંસ્થાના તમામ કારોબારી સદસ્યો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે જેથી જામનગરના આંગણે યોજાઈ રહેલો આ ઉત્સવ ઔદ્યોગિક જગતમાં એક નવો ઈતિહાસ રચી શકે.