ઉપલેટા વોર્ડ નં.ત્રણમાં ગટરના તૂટેલા ઢાંકણા નવા નખાયા
ઉપલેટા વોર્ડ નં.ત્રણમાં ગટરના તૂટેલા ઢાંકણા નવા નખાયા
June 03, 2026 10:56 AM
ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં સ્ટેશન રોડ અને વીજળી રોડ ઉપર કુંડીના ઢાંકણા તૂટી ગયેલા હોવાથી અહીંથી ચાલતા લોકો તેમજ વાહન ચાલકોને હાલાકીઓનો ખૂબ જ સામનો કરવો પડતો હતો ત્યારે આ વિસ્તારના વેપારી દ્રારા સદસ્ય મહેશભાઈ સુવા ને રજૂઆત કરવામાં આવી આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ સદસ્ય મહેશભાઈ સુવા દ્રારા તૂટેલા ઢાંકણા બદલાવી નવા નાખવામાં આવ્યા આ કામગીરી દરમિયાન જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, અશોકભાઈ લાડાણી શાંતિભાઈ રાઠોડ તેમજ સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતાં