BREAKING NEWS

મોડી રાત્રે જિમ બોડી ફોટો શેર કરી ભાઈ જાને ટ્રોલર્સની બોલતી બંધ કરી

  • July 25, 2026 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર દેશના વિવિધ સામાજિક મુદ્દાઓ પર પોતાની રજૂઆત કરી રહ્યા છે. હાલમાં જ તેમણે નીટ પેપર લીક મામલે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરી હતી, જેના કારણે તેમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો હતો. આ ટ્રોલિંગ વચ્ચે સલમાન ખાને મોડી રાત્રે જિમમાંથી પોતાની એક શર્ટલેસ તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી દીધી છે.સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાના જિમ લુકની તસવીર શેર કરી છે, જેમાં તેઓ ફિટ અને શર્ટલેસ લુકમાં માથા પર સફેદ ટુવાલ રાખેલા અરીસા તરફ જોતા નજરે પડે છે. આ તસવીર સાથે તેમણે આપેલું કેપ્શન ફેન્સનું સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યું છે. સલમાને લખ્યું: સલમાન ખાન ડરી ગયો... મમ્મ્મ્મ જે ડરી ગયો તે મરી ગયો.ભાઈજાનની આ પોસ્ટ ક્ષણવારમાં જ વાયરલ થઈ ગઈ હતી અને ફેન્સ તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. કેટલાક ફેન્સે લખ્યું કે "સલમાન ભાઈની ડિક્શનરીમાં 'ડર' શબ્દ છે જ નહીં," તો કેટલાકે તેમની ફિટનેસના વખાણ કર્યા હતા.પેપર લીકના મુદ્દે સલમાન ખાને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અને પોતાના ઘરે પરત ફરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું હતું કે વિદ્યાર્થીઓ આપણી પ્રાથમિકતા છે અને વડાપ્રધાન આ મામલે યોગ્ય અને કડક પગલાં લેશે, તેથી ચિંતા કરવાની જરૂર નથી. આ સિવાય તેમણે આંદોલન કરી રહેલા સોનમ વાંગચુકને પણ અનશન તોડવાની અપીલ કરી હતી.સલમાનની આ આહવાન અને અપીલ બાદ સોશિયલ મીડિયાના એક વર્ગે તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, હવે સલમાને પોતાની ખાસ શૈલીમાં મોડી રાત્રે જિમ પોસ્ટ કરીને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application