BREAKING NEWS

સરધાર નજીક સુકી સાજડિયાળી ગામે નદીમાં ડૂબી જતાં ભાઇ-બહેનનાં મોત

  • October 26, 2026 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરની ભાગોળે સરધાર નજીક સૂકી સાજડીયાળી ગામ તરફ જવાના રસ્તે ગઈકાલે સાંજના સમયે કરૂણ બનાવ બનવા પામ્યો છે. અહીં નદીમાં ડૂબી જવાી સગા ભાઈ-બહેનના મોત યા હતા. નાહવા પડેલા ભાઈને ડુબતો જોઈ બચાવવા માટે બહેને પણ પાણીમાં છલાંગ લગાવી હતી. પરંતુ આ કમનસીબ ઘટનામાં બંને જીવ ગુમાવ્યો હતો. બનાવવાની જાણ તા એસડીઆરએફની ટીમ અહીં પહોંચી હતી અને બંનેના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ બનાવના પગલે આજીડેમ પોલીસ મકનો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો હતો અને બંને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.



આ કમનસીબ ઘટનાની જાણવા મળતી વિગતો મુજબ, સરદાર નજીક આવેલા સૂકી સાજડીયાળી ગામે સાંજે ગામ તરફ જવાના રસ્તે આવેલી નદીમાં ગઈકાલ સમી સાંજના ડૂબી જવાી સરધારમાં રહેતા મનુભાઈગોવર્ધનભાઈ ગયા હતા. શાંતુબેન કપડા ધોતા હતા તે વખતે મોટાભાઈ મનુભાઈ નદીમાં નાહવા માટે પડ્યો હતો. ોડીવાર બાદ તે ડૂબવા લાગતા ભાઈને ડુબતો જોઈ બહેને પણ નદીમાં છલાંગ લગાવી હતી અને તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે પણ નદીના ઊંડા પાણીમાં ગરક ઇ ગયા હતાં.

દરમિયાન અહીંી પસાર ઈ રહેલા ખેડૂતે બંનેને ડૂબતા જોઈ તુરંત જ જાણ કરતા પરિવારજનો અને ગામના લોકો એકત્ર ઈ ગયા હતા. દરમિયાન કોઈએ જાણ કરતા એસડીઆરએફની ટીમ પણ અહીં આવી પહોંચી હતી. બાદમાં ૧૦૮ પણ આવી પહોંચતા તેમણે આ ભાઈ બહેન બંન્નેને મૃત જાહેર કર્યા હતા. નદીમાં ડૂબી જવાી સગા ભાઈ-બહેનના મોત તા નાના એવા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application