BREAKING NEWS

જામનગર : રવિવારે પંચેશ્વર ટાવર પાસે ભેંસ ભુરાઇ થઇ: ચારને ઇજા, અનેક વાહનો હડફેટે

  • December 29, 2025 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં રવિવારે રજાના દિવસે સવારે એક ભેંસ પંચેશ્ર્વર ટાવર પાસે એકાએક ભુરાઇ થતાં ભારે નાશભાગ મચી ગઇ હતી, ત્રણ-ચાર ટુ-વ્હીલરમાં તોડફોડ કરી હતી, એટલું જ નહીં એક રીક્ષાને હડફેટે લઇ એક યુવતિ અને એક બાઇક ચાલક તથા એક શ્રમીકને ઇજા કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, આખરે ફાયર બ્રિગેડની ટીમ તથા સોલીડ વેસ્ટ શાખાના કર્મચારીઓએ સ્થળ પર આવીને આ ભેંસને પકડી પાડી હતી.



થોડીવારમાં અનેક લોકો ભેગા થઇ ગયા હતાં અને ઘવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.  જાણવા મળતી વિગત પ્રમાણે રવિવારે સવારે ૮ વાગ્યા આસપાસ પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં એક ભેંસ દોડી આવી હતી અને ત્યારબાદ લોકોને ઢીક મારવાનું શરૂ કર્યુ હતું.

​​​​​​​

કેટલાક વાહનોમાં પણ ભાંગતોડ કરી હતી, ત્યારબાદ વધુ નુકશાન કરતા ફાયર બ્રિગેડની ટીમે આવીને તેને દોરડાથી બાંધી દીધો હતો અને ત્યારબાદ પશુ નિયંત્રક ટીમને પણ જાણ કરવામાં આવી હતી.



એકાએક ભેંસ ભુરાઇ થતાં લોકોમાં નાશભાગ મચી ગઇ હતી, મહા મહેનતે ફાયર બ્રિગેડની ટીમે દોરડાથી બાંધી હતી, ત્યારબાદ સોલીડ વેસ્ટના રાજભા જાડેજા અને અન્ય લોકોએ તેને ઢોર ડબ્બામાં મોકલી આપી હતી. છાપાનો એક વિતરક, બે યુવતિ અને એક શ્રમીકને પણ ઇજા પહોંચી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application