જૂનાગઢમાં સસ્તામાં મકાન આપી દેવાની લાલચ આપી ચોબારી રોડ પર બાંધકામ સાઈટ બતાવી મનીષ કારીયા અને તેના માણસ સંજય ભંડારીએ અલગ અલગ સ્કીમ બનાવી હતી અને ૧૯ લોકો પાસેથી ૨.૪૩ કરોડ ઉઘરાવી ફરાર થઈ ગયો હતો. એક માસ પૂર્વે છેતરપિંડીની ફરિયાદમાં ફરાર થયેલા બિલ્ડર અને તેના સાગરિતને જુનાગઢ એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાનના કોટાથી ફિલ્મી સ્ટાઇલે ઝડપી લીધા હતા.અને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.
ચોબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રકચર નામે વ્યવસાય કરતા બિલ્ડર મનીષ કારિયાએ ચોબારી રોડ પર બાંધકામ સાઈટ બતાવી સાત થી આઠ અલગ અલગ સ્કીમ બનાવી હતી અને સામાન્ય લોકો પાસેથી એડવાન્સમાં પૈસા લઈ મકાન બનાવી આપવા લાલચ આપી હતી.શહેરના ૧૯થી વધુ લોકો મનીષ કારીયાની સ્કીમમાં આવી ગયા હતા અને રોકાણ કયુ હતું જેમાં પાંચ લાખથી માંડીને ૩૫ લાખ મનીષ કારીયા અને તેના માણસ સંજય ભંડારીને આપ્યા હતા. આ લોકોને સ્કીમ મુજબ મકાન મળ્યું ન હતું તેમ જ મનીષ કારીયા અને તેનો માણસ સંજય ભંડારી ફોન તેમજ ઓફિસ બધં કરી ફરાર થઈ ગયા હતા.૧૯ જેટલા લોકો પાસેથી ૨.૪૩ કરોડ પિયા ઉઘરાવી લીધા હતા અને રકમનો રોકાણકારોને ઘૂંબો મારી દીધો હતો. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રમાબેન મહેતા નામના મહિલાએ ફરિયાદ કરી હતી. વૃદ્ધ વિધવા મહિલા સહિત ૧૯ લોકોએ છેતરપિંડીની ફરિયાદ કર્યા બાદ એક માસ સુધી બંને ઝડપાયા ન હતા જેથી ભોગ બનનારે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાને પણ રજૂઆત કરી હતી.જીવન મરણ મૂડી મકાન બનાવવા માટે બિલ્ડરને આપી હતી જેથી અનેક પરિવારોની હાલત કફોડી થતા તાત્કાલિક ઝડપી લેવા માંગ કરી હતી.
ફરિયાદ સંદર્ભે જુનાગઢ એસપી ભગીરથ સિંહ જાડેજાના માર્ગદર્શન નીચે એલસીબી પીઆઇ પટેલ, બી ડિવિઝન પીઆઇ સરવૈયા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઇ પરમાર સહિત અલગ અલગ ચાર ટીમ બનાવી હતી. અને બંને નાસી ગયેલા શખ્સોને વિવિધ દિશાઓમાં ઝડપવા મહારાષ્ટ્ર્ર,કર્ણાટક કેરાલા ગોવા, રાજસ્થાન અને દિલ્હી ખાતે તપાસ હાથ ધરી હતી. એલસીબી પીઆઈ પટેલ, પીએસઆઇ ઝાલા અને વાઈપી હડિયા સહિતની ટીમને મળેલ બાદમીને આધારે બંને ઇસમો રાજસ્થાનના કોટામાં હોવાની વાતને મળતા તપાસની ટીમોએ રાજસ્થાન ખાતે પહોંચી વેશ પલટો કરી ખાનગી બાઇક ભાડે રાખી અલગ અલગ જગ્યાએ ચેક કરતા મનીષ કારીયા અને તેનો માણસ સંજય ઉર્ફે સંજુ ભંડારી બંનેને ઝડપી લીધા હતા.
ફિલ્મી સ્ટાઇલમાં બંને શખ્સોને ઝડપી લીધા બાદ વધુ પૂછપરછ અને રોકાણકારોના પિયા ની વસુલાત સહિતની કાર્યવાહી માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech