BREAKING NEWS

બિલ્ડિંગ ફ્લાવર બેડ: ૯૯ અરજી આવી, ૮ મંજૂર

  • November 20, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં આજે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી દ્વિમાસિક જનરલ બોર્ડ મિટિંગમાં વધુ એક વખત પ્રજાકીય પ્રશ્નોની ચર્ચાને કોરાણે મુકીને બિલ્ડર લોબીના ઉકેલાઇ ગયેલા બિલ્ડિંગ ફ્લાવર બેડ અંગેના પ્રશ્નની એક કલાક સુધી ઉંડી ચર્ચા કરાઇ હતી ! મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ફ્લાવર બેડના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, હાલ સુધીમાં ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા કુલ ૯૮ અરજી આવી છે, જેમાંથી ૪૯ ની સ્થળ તપાસ પૂર્ણ થઇ છે અને આઠના બીયુપી (કમ્પ્લિશન સર્ટિફિકેટ) રિલીઝ થયા છે.

રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.૧૫ના કોંગ્રેસના વશરામ સાગઠીયાએ પૂછેલા પ્રશ્નમાં બિલ્ડિંગના ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ નહીં થવાને કારણે કેટલા બિલ્ડરોના પ્રોજેક્ટના બી.યુ.પી.અટક્યા છે તેની નામ જોગ માહિતી માંગી હતી જેના પેટા પ્રશ્નના પ્રત્યુતરમાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હાલ સુધીમાં ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા કુલ ૯૯ અરજીઓ આવી છે જેમાંથી ૪૯ની સ્થળ તપાસ કરાઇ છે અને આઠ પ્રોજેક્ટના બીયુપી રિલીઝ કરવામાં આવ્યા છે. ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા કોણે કોણે અરજી કરી છે તેવા પ્રશ્નના જવાબમાં કમિશનરે દરેક બિલ્ડિંગ પ્રોજેક્ટ અને તેના બિલ્ડરોના નામ સાથે વિસ્તૃત જવાબ આપતા આ એક જ પ્રશ્નની ચર્ચામાં પ્રશ્ન કાળનો એક કલાક પૂર્ણ થઇ ગયો હતો, અન્ય પ્રજાકીય પ્રશ્નોની કોઇ જ ચર્ચા થઇ શકી ન હતી. બીજી બાજુ શાસકોને તો ઉકેલાયેલા પ્રશ્નની ચર્ચામાં મજા પડી હતી તેથી તેમણે વિપક્ષની ચર્ચામાં એક વખત પણ ખલેલ પહોંચાડી ન હતી.


ફ્લાવર બેડ રેગ્યુલરાઇઝ કરવા ક્યા બિલ્ડર્સએ અરજી કરી ?

૧.સર્વાનંદભાઇ સોનવાણી

૨.વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી, રાજેન્દ્રભાઈ એસ. સોનવાણી

૩.હિરેન એલ.ખીમાણીયા વિગેરે

૪.બાલાજી વેફર્સ એન્ડ સેન્ડવિચ,મિહિરભાઈ

૫.જેએનઆઇ, સુરેશ હીરપરા

૬.વલ્લભભાઇ એસ.બાવળિયા

૭.રવિન્દ્ર ઇન્દુકુમાર ભટ્ટ

૮.મીત બિલ્ડર્સ એલએલપી ભરત પટેલ વિગેરે

૯.વિવાન બિલ્ડ ટેક એલએલપી, રાજેન્દ્રભાઈ એસ.સોનવાણી

૬.હિતેષ બી.પરસાણા

૭.વી.વી.ડેવલપર્સ રશ્મિકાંત પોપટ

૮.સુભાષ બિલ્ડર્સ

૯.વિઝન ડેવલપર્સ રતિલાલ વિરડીયા

૧૦.અનંત બિલ્ડર્સ એલએલપી હીનાબેન સુબા

૧૧.પ્રભુ રિયલટી પાર્ટનર સ્મિતાબેન આર.પોબારૂ

૧૨.સ્મિત કનેરિયા (ક્લાસિક)

૧૨.સ્પેસ ઇન્ફ્રા. ધ્રુવીક તળાવિયા

૧૩.ઇન્દ્રનીલ રાજ્યગુરૂ

૧૪.સુનિતા બિલ્ડકોન અશ્વિન સાણંદિયા અને મનોજ વઘાસીયા વિગેરે.

૧૫.પંકજભાઈ મેનપરા

૧૬.સુહાસ ઇન્ફ્રાકોન મનોજ ઘોણીયા

૧૭.ગોરધનભાઇ સોરઠીયા

૧૮.ખોડીદાસ સાકરિયા

૧૯.સંસ્કૃતિ ડેવલપર્સ હિતેષકુમાર ઘોડાસરા

૨૦.કેદારનાથ ડેવલપર્સ મહીન ગજેરા

૨૧.લેન્ડમાર્ક ડેવલપર્સ મુકેશભાઇ

૨૨.નવકાર ડેવલપર્સ ચંદ્રેશ મહેતા

૨૩.રાધે ડેવલપર્સ પ્રતાપભાઇ જાગાણી

૨૪.ધર્મેશકુમાર આર.ભાલોડીયા

૨૫.અનિલ આર.ગજેરા

૨૬. કિશોર એસ.સોરઠીયા

૨૭. ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ રાજેશ વેકરિયા

૨૮.દક્ષેશ દિનેશભાઇ કોઠારી

૨૯.ખુશ્બુબેન નથવાણી

૩૦.જયેશભાઇ જયંતીલાલ કાનાબાર

આ સહિત કુલ ૯૯ બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ જેના નામ મહાપાલિકાની વેબસાઇટ ઉપર મુકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application