જામનગર નજીક સીવીલ એરપોર્ટ પાસે સીઆઇએસએફ કમ્પાઉન્ડની દિવાલ નજીક આવેલા સરકારી ખરાબાની ખુલ્લી જગ્યામાં આજરોજ પોલીસ દ્વારા ગત વર્ષોમાં પકડેલો ઇંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, કોર્ટના હુકમથી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શરાબના જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ મથકો દ્વારા પકડવામાં આવેલ દારૂનો નાશ કરવા કાર્યવાહી હાથ ધરી હતી, દરમ્યાન એસડીએમ અને પોલીસ અધિકારીઓ તથા નશાબંધી વિભાગના અધિકારીઓની હાજરીમાં શરાબનો જથ્થો નાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં પણ લાખોની કિંમતનો શરાબ-બિયરનો જથ્થો નાશ કરાયો હતો, દરમ્યાન આજે ફરી એકવાર વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવવા કાર્યવાહી કરવામાં આવી હતી.