BREAKING NEWS

રાજકોટમાં ઝડપેલા ૧.૬૫ કરોડના દારૂ બિયર પર ફેરવાયું બુલડોઝર

  • October 17, 2025 04:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેર પોલીસમાં ઝોન વન અને ઝોન ટુ વિસ્તારના તમામ પોલીસ મથકો તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ 2007 થી 2024-25 વર્ષમાં પ્રોહિબિશન અંગેના 167 કેસ કરી 43,323 બોટલ વિદેશી દારૂ બિયર કિંમત રૂપિયા 1. 65 કરોડના ઝડપેલા મુદ્દામાલનો સોખડા નજીક નાકરાવાડી ગામ પાસે સરકારી ખરાબમાં દારૂ બિયર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસે 2017 થી 2024/25ના વર્ષમાં ઝડપી લીધેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવા માટે ગૃહ વિભાગ માંથી મંજૂરી મેળવી અદાલત સમક્ષ મુદ્દામાલનો નાશ કરવા માટે લેખિત માંગ કરતા અદાલતે મંજૂરી આપતા આજે રાજકોટ શહેર પોલીસના અધિકારીઓની રાહબરીમાં નાકરાવાળી ખાતે સરકારી ખરાબમાં આ દારૂનો નાશ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ઝોન વન વિસ્તારમાં 64 જેટલા કેસ કરી 16,291 બોટલ દારૂ બિયર કિંમત રૂપિયા 67 લાખ અને ઝોન 2 વિસ્તારમાં 79 કેસ કરી 10,877 બોટલ દારૂ બિયર 54 લાખનો તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 24 કેસ કરી 16,155 બોટલ દારૂ બિયર 44 લાખનો મળી કુલ 1,65,19,473ના મુદ્દામાલનો બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application