કચ્છમાં દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કંડલા પોર્ટ આસપાસ ગેરકાયદે ઉભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કંડલા અને મીઠા પોર્ટ આસપાસ 100 એકર જેટલી જમીનમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવાનું આવ્યું હતું. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવામાં આવ્યા હતા.
વહેલી સવારથી કચ્છમા કંડલા પોર્ટ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 20 જેસીબી, 20 હિટાચી, 40 લોડર, 40 ડમ્પર અને 100 ટ્રેક્ટરની મદદથી દબાણો હટાવવામાં આવ્યા હતા.
જે 100 એકર જગ્યા પર દબાણો થયા હતા તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા જેટલી અંકાઈ રહી છે. દબાણો હટાવવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તંત્રના 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ કર્મીઓના બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી.
કચ્છના કંડલાના મીઠા પોર્ટ પર પોલીસે અને કંડલા પોર્ટ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હેઠળ ડિમોલેશનનું કામ હાથ ધરાયું હતું. આ વિસ્તારમાં ચારથી પાંચ હજારની વસ્તી ધરાવતા વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે 250 કરોડની મૂલ્યની 100 એકર જમીનમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. મિલકત સંબંધિત ગુનાઓ કરવા અહીં આરોપીઓ સાથે, નામચીન બુટલેગરો પણ આ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા.