જામનગરમાં નદી કાંઠે ખડકાયેલા ૯૪ બાંધકામો પર બુલડોઝર

  • May 21, 2025 01:37 PM 

રંગમતીના વહેણમાં અને નદીના કાંઠા બહાર પટણીવાડ, કાલાવડ નાકા, મહારાજા સોસાયટી સહિતના વિસ્તારોમાં મજબુત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન શ‚: જામ્યુકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા: આગામી દિવસોમાં વધુ પાડતોડ

જામનગર શહેરમાં એક તરફ રિવરફ્રન્ટનો પ્રોજેકટ આવી રહ્યો છે એ પહેલા ‚ા.૧૨૫ કરોડના ખર્ચે રંગમતી નદીને ઉંડી અને પહોળી કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે ૯૪ મકાન માલીકોને નદીના પટ્ટમાં તેમના રહેલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા બે-બે નોટીસ આપી હોવા છતાં પણ કાર્યવાહી ન કરતા આખરે આજે વ્હેલી સવારે ૮ વાગ્યાથી ઓપરેશન મેગા ડીમોલીશન શ‚ કરી દેવામાં આવ્યું છે, જામનગર મહાપાલીકાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ ખાતાના અધિકારીઓ અને ફાયર બિગ્રેડ સહિતનો કાફલો જામ્યુકોના આ ઓપરેશનમાં જોડાયો છે અને સાંજ સુધીમાં આ મોટુ મેગા ઓપરેશન પુ‚ કરી દેવામાં આવશે. 

આ અંગેની વિગત એવી છે કે, રંગમતી નદીના પટ્ટમાં અને તેની આજુબાજુના કાંઠાળ વિસ્તારમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતાં, ગયા વર્ષે પણ ભારે વરસાદને કારણે આ બાંધકામોથી કેટલાકના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં અને લગભગ ૩૦ કરોડ જેટલું નુકશાન માલસામાનને થયું હતું, મ્યુ.કમિશ્નર દિનેશ મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ઉચ્ચ અધિકારીઓએ મીટીંગ કરીને વરસાદી પાણીને અવરોધ‚પ તમામ ગેરકાયદેસર બાંધકામો દુર કરવા નકકી કર્યુ હતું, લોકોને માલસામાન ખસેડવા મુદત પણ આપી હતી અને બે વખત નોટીસ પણ આપી હતી. 

સવારથી ૮ જેસીબી, ૨ હીટાચી, ૩ ફાયર ફાઇટર, ૩ લાઇટ શાખાના વાહન, ૪ ટ્રેકટર અને મજુરોનો મોટો કાફલો રંગમતીના પટ્ટમાં ઉતારી દેવામાં આવ્યો છે, આ ઓપરેશનમાં કોઇપણ પ્રકારની અડચણ ન આવે તે માટે અગાઉથી જ પ્રિ-પ્લાન કરીને મજબુત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, એક તરફ રિવરફ્રન્ટનો પ્રોજેકટ આવી રહ્યો છે બીજી તરફ રંગમતી નદીને ઉંડી અને પહોળી કરવા માટે ‚ા.૧૨૫ કરોડનો પ્રોજેકટ અમલમાં છે ત્યારે નદીના વહેણમાં અવરોધ‚પ આ તમામ બાંધકામો દુર કરવાની કામગીરી શ‚ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં હજુ વધુ આ પ્રકારના બાંધકામો દુર કરી દેવામાં આવશે. 

આજના ઓપરેશનમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીની સુચનાથી ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, મુકેશ વરણવા, નરેશ પટેલ, રાજીવ જાની, એન.આર.દિક્ષીત, હીતેશ પાઠક, ઉર્મિલ દેસાઇ, અનિલ ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા છે, ઉપરાંત ફાયર સ્ટાફ, ઇલેકટ્રીક, વોટર શાખા, સિવીલ શાખા અને ટીપીઓ શાખાના અધિકારીઓ-કર્મચારીઓ આ મેગા ઓપરેશનમાં જોડાયા છે. મહારાજા સોસાયટી, પટણીવાડ અને કાલાવડ નાકાના લોકોએ અગાઉ બાંધકામો ન તોડવા કોર્પોરેશનમાં અરજી કરી હતી, પરંતુ નદીના વહેણમાં આવતાં હોય અને આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોય બાંધકામો તોડી પડાશે તેવું મ્યુ.કમિશ્નર દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું, આમ આજે આ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application