BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં સપ્તાહના વિરામ બાદ હાપા યાર્ડમાં મગફળીની બમ્પર આવક

  • January 03, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાપા માર્કેટીંગ યાર્ડમાં ગત ૨૬ ડિસેમ્બરથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી હતી ગત સપ્તાહ ૩૫૦૦૦ મણ મગફળીની આવક નોંધાઇ હતી જયારે શુક્રવારના રોજ ૨૬૨૫૦ મણ મગફળીની આવક નોંધાઇ છે સૌથી વધુ ભાવ દ્રષ્ટિપાત કરીએ તો અજમાનો રૂ.૧૨૦૦ થી ૪૩૨૫ જયારે જીરૂનો ૩૭૦૦ થી ૪૧૦૦ અને મરચાના ૧૧૦૦ થી ૪૨૦૫ બોલાયા હતા જયારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ડુંગળીના ભાવ મણના ફકત ૫૦ થી ૪૦૦ સુધી બોલાયા હતા શુક્રવારે હાપા યાર્ડમાં નવું જીરૂ આવ્યુ હતુ જેના મુર્હુતના સોદામાં ભંડાર્યાના ખેડુત જીવાભાઇ ભોજાભાઇ કનારાને મણના રૂ.૨૫૫૫૫ ઉપજયા હતા.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૦૦ થી ૪૭૦, ઘઉં ૪૦૦ થી ૫૩૫, અળદ ૧૦૦૦ થી ૧૨૮૫, તુવેર ૫૦૦ થી ૧૩૮૦, ચોળી ૨૦૦ થી ૨૫૦, મેથી ૮૦૦ થી ૮૫૦, ચણા ૯૦૦ થી ૧૦૫૦, ચણા સફેદ ૧૦૦૦ થી ૧૫૧૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૪૩૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૩૮૦, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૫૮૦, મગફળી ૯ નંબર ૧૧૦૦ થી ૧૫૮૫, એરંડા ૧૦૦૦ થી ૧૨૪૦, તલી ૧૩૦૦ થી ૧૯૧૫, તલ કાળા ૨૫૦૦ થી ૩૦૦૦, રાયડો ૯૫૦ થી ૧૨૦૦, લસણ ૧૧૦૦ થી ૧૯૮૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૭૫, અજમાની ભૂસી ૨૦ થી ૧૯૮૦, ધાણા ૧૭૦૦ થી ૧૯૩૦, મરચા ૧૧૦૦ થી ૪૨૦૫, ડુંગળી સુકી ૫૦ થી ૪૦૦, સોયાબીન ૭૦૦ થી ૯૨૫ સુધીના ભાવ બોલાયા હતા શુક્રવાર કુલ જણસ ૪૮૩૫૩ મણ ગુણી ૨૪૫૦૯ જે ૧૦૮૬ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે અજમો બીજા ક્રમાંકે મરચા અને ત્રીજા ક્રમાંકે જીરૂ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application