કન્નડ અભિનેત્રી અને 'બિગ બોસ'ની પૂર્વ સ્પર્ધક કૃષિ થપંડા સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુના આર.આર. નગર વિસ્તારમાં આવેલા તેમના એપાર્ટમેન્ટમાંથી ૪૫ વર્ષીય વેપારી વૈશાખનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પરિવારજનોએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ આ મામલાની તપાસમાં જુટી છે.પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃત્યુ પામનાર વ્યક્તિ એક ઉદ્યોગપતિ (બિઝનેસમેન) હતો. વૈશાખ ગિરીનગરનો રહેવાસી હતો અને છેલ્લા કેટલાક દિવસોથી કૃષિ થપંડાના એપાર્ટમેન્ટમાં રોકાયો હતો. ઘટના સમયે તે ફ્લેટમાં એકલો જ હાજર હતો, જ્યારે કૃષિ થપંડા કોઈ કામસર નેલમંગલા ગઈ હતી.તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુના થોડા સમય પહેલા વૈશાખે કૃષિ થપંડાને કેટલાક મેસેજ કર્યા હતા, જે મુજબ તે માનસિક તણાવ અને ડિપ્રેશનનો શિકાર હતો. આ બિઝનેસમેન અભિનેત્રીનો મિત્ર હતો અને તેની પાસે કૃષિના ઘરની ચાવી રહેતી હતી. તે અવારનવાર તેના ઘરે આવતો-જતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેસેજ મળ્યા બાદ કૃષિએ તરત જ તેના પરિવારને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો એપાર્ટમેન્ટ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરવામાં આવી. મૃત્યુ પહેલા બિઝનેસમેને અભિનેત્રીને છેલ્લો મેસેજ કર્યો હતો.મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે પોલીસ ઘટનાસ્થળે અભિનેત્રીના ઘરે પહોંચી ત્યારે તેમણે વૈશાખને બેભાન અવસ્થામાં જોયો હતો અને બાદમાં મેડિકલ રિપોર્ટમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વૈશાખના પિતાની ફરિયાદના આધારે આર.આર. નગર પોલીસે અકુદરતી મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે ફ્લેટમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. હવે તપાસ ટીમ તેના મોબાઈલ ફોન, તાજેતરની વાતચીત અને અન્ય સંજોગોની તપાસ કરી રહી છે, જેથી મોતો સાચું કારણ જાણી શકાય.આ મામલામાં બીજું એક પાસું પણ સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, વૈશાખની અગાઉ કથિત ખંડણીના કેસમાં ધરપકડ થઈ હતી. આ મામલો ઉદ્યોગપતિ અરવિંદ રેડ્ડી સાથે જોડાયેલો હતો, જેમાં આરોપ હતો કે તેમને કુરિયર દ્વારા ધમકીભર્યો પત્ર મોકલીને મોટી રકમની માંગણી કરવામાં આવી હતી. આ કેસમાં વૈશાખની ધરપકડ કરવામાં આવી હતી, જો કે પાછળથી તેને જામીન મળી ગયા હતા. અભિનેત્રી કૃષિની વાત કરીએ તો, તેને કન્નડ ઇન્ડસ્ટ્રીમાં બિગ બોસથી એક ખાસ ઓળખ મળી હતી. આ રિયાલિટી શોએ કૃષિને ઘણી લોકપ્રિયતા અપાવી હતી. તેણે વર્ષ ૨૦૧૪માં 'મિસ કર્ણાટક'નો ખિતાબ જીતીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. મોડેલિંગ પછી તેણે અભિનયની દુનિયામાં કદમ મૂક્યો હતો. ગ્લેમર વર્લ્ડ તરફ વળતાં પહેલાં અભિનેત્રીએ કોર્પોરેટ સેક્ટરમાં પણ લાંબો સમય કામ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application