૨૦૫૦ સુધીમાં દેશની અડધી વસ્તીનું જીવન આસાન નહીં હોય

  • April 20, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જળવાયુ પરિવર્તનની અસરોથી મુકિતને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપ્યાના એક સાહ બાદ જ સુપ્રીમ કોર્ટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જળવાયુ પરિવર્તન દેશના ભવિષ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે. જંગલો નિ:સ્વાર્થ સેવા આપે છે, પરંતુ માણસ પોતાની મૂર્ખતાને લીધે તેનો નાશ કરી રહ્યો છે અને આમ અજાણતા પોતાનો નાશ કરી રહ્યો છે.જો આમ જ ચાલ્યું તો ૨૦૫૦ સુધીમાં દેશની અડધી વસ્તીનું જીવન આસાન નહી હોય, વસ્તી ભારે કઠિનાઈનો સામનો કરતી હશે. સુપ્રીમ કોર્ટે આરબીઆઈના રિપોર્ટને પણ ટાંકયો છે.
કોર્ટે કહ્યું કે, રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાયનાન્સ નામનો આરબીઆઈનો રિપોર્ટ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ રિપોર્ટ કહે છે કે કલાઈમેટ ચેન્જની સમાજ પર વિપરીત અસર થઈ રહી છે. તેનાથી દેશના ભવિષ્ય પર અસર થશે.હાલનો કેસ જંગલની જમીનને ખાનગી જમીન તરીકે જાહેર કરવા સંબંધિત હતો. તેલંગાણા હાઈકોર્ટે તેના સમીક્ષા આદેશમાં જમીન ખાનગી પક્ષની તરફેણમાં આપી હતી, યારે તેના અગાઉના આદેશમાં કહ્યું હતું કે જમીન જંગલની છે. આ પછી તેલંગાણા સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યેા હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને પલટી નાખ્યો અને આમ જંગલની જમીન પર ખાનગી પક્ષનો દાવો ફગાવી દીધો.

આ કેસ તેલંગાણા રાયનો છે. જસ્ટિસ એમએસ સુંદરેશ અને જસ્ટિસ એસવીએન ભાટીની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાનો ચુકાદો આપતાં જીવનના અસ્તિત્વમાં જંગલોના મહત્વ પર ભાર મૂકયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જંગલો પૃથ્વીને જીવન આપે છે અને કાર્બન ડાયોકસાઇડને ઓકિસજનમાં પાંતરિત કરીને તમામ પ્રકારના જીવનના સ્થિર વિકાસ માટે પર્યાવરણ પ્રદાન કરે છે.

સુપ્રીમ કોર્ટે આરબીઆઈના અહેવાલને ટાંકીને કહ્યું હતું કે ભારતમાં વધતું તાપમાન અને બદલાતી ચોમાસાની પેટર્ન દર્શાવે છે કે વાતાવરણ બદલાઈ રહ્યું છે. અર્થતંત્રને તેના જીડીપીમાં ૨.૮ ટકાનો ઘટાડો થવાની ધારણા છે. ૨૦૫૦ સુધીમાં, દેશની અડધી વસ્તી મુશ્કેલ જીવન પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે.જળવાયુ પરિવર્તનને કારણે ભારત ૨૧૦૦ સુધીમાં દર વર્ષે જીડીપીના ૩ ટકાથી ૧૦ ટકા ગુમાવી શકે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે શ્રમ ઉત્પાદકતા ગુમાવી રહી છે. ગરમી સંબંધિત પરિબળોને કારણે પણ આવું થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે, ગરમીના કારણે ૮૦ મિલિયન લોકો તેમની નોકરી ગુમાવી શકે છે અને ભારતમાં ૩૪ મિલિયન નોકરીઓ જોખમમાં હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application