BREAKING NEWS

CA ઇન્ટરમીડિયેટનાં બંને ગ્રુપનું 10.06% અને ફાઉન્ડેશનનું 14.78% પરિણામ, રાજકોટના જિગર રાચ્છનો દેશમાં 20મો રેન્ક

  • November 03, 2025 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સપ્ટેમ્બર મહિનામાં લેવાયેલી સીએ ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાઓનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. ફાઈનલ એક્ઝામિનેશનનાં બંને ગ્રુપનું 16.23 ટકા પરિણામ આવ્યું છે. જેમાં 16,800માંથી 2,727 ઉમેદવાર પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ એક્ઝામનાં બંને ગ્રુપનું 10.06 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 36,398માંથી 3,663 ઉમેદવાર પાસ થયા છે. ફાઉન્ડેશન એક્ઝામનું 14.78 ટકા પરિણામ જાહેર કરાયું છે, જેમાં 98,827માંથી 14,609 ઉમેદવાર પાસ થયા છે. રાજકોટના ઉમેદવાર જિગર રાચ્છનો ભારતમાં 20મો રેન્ક આવ્યો છે.


વિદ્યાર્થીઓ તેમના રજિસ્ટ્રેશન નંબર અને રોલ નંબર આધારે ICAIની વેબસાઇટ icai.nic.in પર પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાઈ હતી.


આ ઉપરાંત જાન્યુઆરી 2026 સત્ર માટેની રજિસ્ટ્રેશન જાહેરાત પણ ICAI દ્વારા કરી દેવામાં આવી છે. ઈચ્છુક વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ માટે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પરીક્ષાઓનું આયોજન 5 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application