BREAKING NEWS

ACBની સફળ ટ્રેપઃ ગાંધીનગરમાં CID ક્રાઈમના PI, કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

  • December 15, 2025 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ આજે ગાંધીનગરમાં એક સફળ ટ્રેપ ગોઠવી સીઆઈડી ક્રાઈમના પીઆઈ અને કોન્સ્ટેબલને 30 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા પીઆઇ અને એક આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે એસીબીએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


આ કેસની હકિકત એ છે કે, એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર વિરૂદ્ધ એક કેસમાં સીઆઈડી ક્રાઇમ સી આઇ સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે. પટેલ તથા સીઆઈડી ક્રાઇમ સી આઇ સેલના પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઇએ ફરિયાદી પાસે પતાવટ પેટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.


આથી અમદાવાદ શહેર એસીબીની ટીમે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં ‘ધી ઓફિસીસ હરી ગ્રુપ’ નામની નવી બનતી સાઈટ પાસે ટ્રેપ ગોઠવી હતી. આ છટકા દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરીયાદી સાથે વાતચીત કરી 30 લાખની રકમ સ્વીકારી હતી, જ્યારે પીઆઈ પી.કે. પટેલે આ લાંચ સ્વીકારવા માટે સંમતિ આપી હતી. એસીબીએ ઘટનાસ્થળે જ 30 લાખની રોકડ રિકવર કરી બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપને કારણે સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application