BREAKING NEWS

પ્રજાસત્તાક પર્વને લઈને રાજકોટ એરપોર્ટ પર સીઆઇએસએફ સ્ટાફ એલર્ટ મોડ પર

  • January 23, 2026 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સામાન્ય રીતે પ્રજાસત્તાક પર્વ નજીક આવે ત્યારે દેશમાં આતંકવાદી ગતિવિધિઓની આશંકા રહેતી હોય છે. જેના પગલે દેશભરમાં કેટલાક જાહેર સ્થળોને સુરક્ષાના હેતુસર એલર્ટ મોડ પર મૂકવામાં આવે છે. જેથી જાહેર જનતાની સુરક્ષા વધારવા માટે સુરક્ષાબળોને આ દિવસોમાં એલર્ટ મોડ પર રહેવા એડવાઈઝરી જાહેર કરવામાં આવતી હોય છે. આજ રીતે અમદાવાદ એરપોર્ટને પણ તારીખ 26 જાન્યુઆરીના રોજ થનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને એલર્ટમોડ પર મૂકવામાં આવ્યું છે. અને મુસાફરોને ત્રણ કલાક વહેલા એરપોર્ટ પર આવવાની એરલાઇન્સ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સત્તાવાર રીતે એરપોર્ટ ઓથોરિટી કે એરલાઇન્સ દ્વારા કોઈ એડવાઈઝરી જાહેર કરવામાં આવી નથી. પરંતુ રાજકોટ એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત સીઆઈએસએફ એલર્ટ મોડ પર રહેશે.


આ અંગે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી હોય કે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય આ દિવસોમાં જ્યારે લોકો દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી રહી હોય છે. ત્યારે આતંકીઓ આ તકનો લાભ લઈ અને હુમલો સહિતનો હિન કૃત્ય કરવા માટે યોજનાઓ ઘડી કાઢતા હોય છે. જેથી દર વર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી વખતે દસ દિવસ પહેલાં અને ઉજવણી બાદના ચાર-પાંચ દિવસ એટલે કે 15 દિવસ સુધી દેશના દરેક એરપોર્ટને સુરક્ષા હેતુ માટે સતર્ક કરી દેવામાં આવતા હોય છે. આવું દરેક એરપોર્ટ માટે દર વર્ષે સૂચિત કરવામાં આવતું જ હોય છે. પરંતુ મુસાફરોને વહેલા આવવા માટે એરલાઇન્સ દ્વારા સુરક્ષાના ભાગરૂપે એડવાઈઝરી જાહેર કરવામાં આવતી હોય છે. રાજકોટ એરપોર્ટ પર સીઆઇએસએફ સ્ટાફ મુસાફરોની સુરક્ષા માટે એલર્ટ મોડ પર જ રહેશે.


પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે રાજકોટ એરપોર્ટ પર એલર્ટ તૈનાત સીઆઈએસએફ ચીફ અમનદીપ સીરસવાના જણાવ્યા પ્રમાણે પ્રજાસત્તાક પર્વ પર રાજકોટ પર વિમાની મુસાફરી ખેડતા મુસાફરોની સુરક્ષા માટે દર વર્ષે સીઆઇએસએફના સ્ટાફને પહેલેથી જ એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવતી હોય છે. આ પ્રમાણે આ વર્ષે પણ સીઆઈએસએફ સ્ટાફ દ્વારા રાજકોટ એરપોર્ટના મુસાફરો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા નિર્ધારિત કરવામાં આવી છે. સીઆઈએસએફના અધિકારીઓને જો કોઈ હુમલા જેવી ઘટના થાય તો આ સમયમાં કઈ રીતે કાર્યવાહી કરવી તે અંગે પહેલેથી સુચના અને માર્ગદર્શન આપી અને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application