BREAKING NEWS

CM ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે, વહેલી સવારે રવાના થયા

  • August 16, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે ગયા છે. મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.

મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું  પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં  સાથે રહેવાનું છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં  ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન  ડી સી, ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટરના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે.

આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. અમદાવાદ એરપોર્ટ પરથી મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ પ્રસ્થાન સમયે કલેક્ટર  ભવ્ય વર્મા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application