રાજકોટ મહાપાલિકા દ્વારા કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ ઉપરની કટારીયા ચોકડી ખાતે કેબલ સ્ટેડ ફ્લાય ઓવર બ્રિજ અને અન્ડર પાસ તેમજ રિંગ રોડ-૨ ફોર ટ્રેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત તેમજ મવડીમાં નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ માર્ચ એન્ડિંગમાં (સંભવત: તા.૨૬ માર્ચના રોજ) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. રાજકોટ મહાપાલિકા અને રૂડાના કુલ રૂ.૬૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે અંતે મુખ્યમંત્રીએ મહાપાલિકાના શાસકોને સમય ફાળવ્યો છે. હાલ ૨૬ માર્ચની સંભવિત તારીખ ફાળવી છે, કદાચ શેડ્યુલમાં ફેરફાર થાય તો કાર્યક્રમ બે-ચાર દિવસ વહેલો કે મોડો યોજાઇ શકે છે.
વિશેષમાં મ્યુનિ.પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ આવશે અને તેમના હસ્તે કટારીયા ચોકડી ખાતે રૂ.૧૬૭.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા બ્રિજ તેમજ રિંગ રોડ-૨ને ફોર ટ્રેક બનાવવાના ફર્સ્ટ ફેઝ (ઘંટેશ્વરથી કોરાટ ચોક સુધી)ના કામનું ખાતમુહૂર્ત તેમજ મવડી વોર્ડ નં.૧૨માં ૨૨.૩૪ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે મહાપાલિકા અને રૂડાના મળી કુલ રૂ.૬૦૦ કરોડથી વધુ રકમના વિકાસકામોના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાશે જેમાં વેસ્ટ ઝોનમાં રૂ.૨૬૮ કરોડ, સેન્ટ્રલ ઝોનમાં રૂ.૧૩.૩૫ કરોડ અને ઇસ્ટ ઝોનમાં રૂ.૪૫.૮૦ કરોડ સહિત કુલ રૂ.૩૨૮ કરોડના વિકાસકામો તેમજ રૂડાના ૭૫ કરોડના વિકાસકામો તદઉપરાંતના અન્ય વિવિધ કામોનો સમાવેશ થાય છે.
ટૂંક સમયમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ અંગેની વિસ્તૃત વિગતો જાહેર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે તા.૨૬ માર્ચે મુખ્યમંત્રીનો સૌરાષ્ટ્રમાં અન્યત્ર પણ કાર્યક્રમ હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech