BREAKING NEWS

આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે...રિપીટ કરાયેલા મંત્રીઓને CMએ ફોનમાં કહ્યું આવું

  • October 17, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના નવા મંત્રીમંડળને લઈને આજે ગાંધીનગર સહિત ગુજરાતભરમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. ત્યારે નવા મંત્રીઓને મુખ્યમંત્રી ફોન કરી મંત્રી પદ માટે શપથ લેવાનું કહી રહ્યા છે.  
રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે.


7 ધારાસભ્યોને ફોન આવી ગયા

પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 11:30એ નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાશે. ત્યારે નવા મંત્રીઓને ફોન આવી રહ્યા છે.


CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યભવન જવા નીકળ્યા

CM ભૂપેન્દ્ર પટેલ રાજ્યભવન જવા નીકળ્યા છે. રાજ્યપાલને તેઓ શપથવિધિ માટે મંત્રીઓના નામનું લિસ્ટ સોંપશે .


રાજ્યમાં ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી

નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના ડેપ્યુટી સીએમ બને તેવી સંભાવના છે. 40 વર્ષીય હર્ષ સંઘવી મોટી જવાબદારી સંભાળી શકે છે. 

1. પ્રફુલ પાનસેરીયા

2. કુંવરજીભાઈ બાવળીયા

3. ઋષિકેશ પટેલ

4. કનુ દેસાઇ 

5. પરસોતમ સોલંકી

6. હર્ષ સંઘવી 

7. પ્રદ્યુમન વાજા

8. નરેશ પટેલ 

9. પીસી બરંડા 

10. અર્જુન મોઢવાડિયા

11. કાંતિ અમૃતિયા

12. કૌશિક વેકરીયા 

13. સ્વરૂપજી ઠાકોર

14. દર્શનાબેન વાઘેલા

15. જીતુભાઈ વાઘાણી

16. રીવાબા જાડેજા

17 પ્રફુલભાઈ પાનસેરીયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News