BREAKING NEWS

ડારી ટોલ પ્લાઝા પાસે સીએનજી કાર સળગી

  • June 03, 2026 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ–સોમનાથ હાઈવે પર ડારી ટોલ પ્લાઝા સામે સોમવારે સાંજે એક કારમાં અચાનક આગ લાગી હતી. વેરાવળ ફાયર વિભાગની ટીમના ડીસીપીઓ નરેન્દ્રસિંહ આછડિયા, જીતેન્દ્રસિંહ ગોહિલ, દિનેશ કુહાડા અને જીેશ મકવાણાએ ફાયર વાહન સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સમયસરની કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી હતી. આગની ઘટનાને કારણે હાઈવે પર થોડો સમય ટ્રાફિક પ્રભાવિત થયો હતો. આ કાર ઉત્તરાખંડના રહેવાસી મુકુલ કલ્પીની હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી અથવા સીએનજી સિસ્ટમમાં લીકેજને કારણે આગ લાગી હોવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News