રાજકોટમાં 53 PSIની આંતરિક બદલી કરતા CP, એ ડિવિઝનમાંથી રાણા અને ગાંધીગ્રામમાંથી રાવલીયા ડીસીબીમાં મૂકાયા
રાજકોટમાં 53 PSIની આંતરિક બદલી કરતા CP, એ ડિવિઝનમાંથી રાણા અને ગાંધીગ્રામમાંથી રાવલીયા ડીસીબીમાં મૂકાયા
June 11, 2026 04:56 PM
રાજકોટ શહેરમાં ફરજ બજાવતા પીએસઆઇની આંતરિક બદલીના ઓર્ડરો નીકળ્યા છે. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્વારા એકસાથે 53 પીએસઆઇની શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એસ.વી ચુડાસમાને એલસીબી ઝોન ટુમાં અને આર.કે. ગોહિલને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટમાં બદલી કરવામાં આવી છે. જયારે એ ડિવિઝનમાંથી પીએસઆઇ એસ.એમ.રાણા અને ગાંધીગ્રામમાંથી પીએસઆઇ વી.ડી.રાવલીયાની ડીસીબીમાં બદલી કરવામાં આવી છે. એસઓજીમાંથી વી.કે.ઝાલાની એ ડિવિઝનમાં અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટમાં ફરજ બજાવતા પીએસઆઇ બી.વી.ચુડાસમાની એસઓજીમાં બદલી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા દ્વારા 53 પીએસઆઇની આંતરિક બદલીઓના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. આ બદલીના ઓર્ડરોમાં શહેરના ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ.વી. ચુડાસમાને એલસીબી ઝોન ટુ, આર.કે. ગોહિલને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટ ટ્રાફિક યુનિટમાં બદલી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કે.બી. વારીયાની એ ડિવિઝનમાં જી.કે રાઠોડને એરપોર્ટ, એસોજીમાં ફરજ બજાવતા વી.કે. ઝાલાને એ ડિવિઝનમાં જ્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટમાં ફરજ બજાવતા બી.વી. ચુડાસમાની એસઓજીમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત એ ડિવિશન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એમ. રાણા અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.ડી.રાવલીયાની ડીસીબી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.વી. ડોડીયાની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તે બદલી કરવામાં આવી છે.