ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અત્યંત પ્રતિષ્ઠિત માનવામાં આવતા CREDAI Awards for Real Estate Excellence 2025 ની જાહેરાત નવી દિલ્હીમાં કરવામાં આવી હતી, જેમાં દિલ્હી એનસીઆરના અગ્રણી ડેવલપર એલ્ડેકો ગ્રુપ ને ‘Best Commercial Project of India’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પ્રીમિયમ કોમર્શિયલ પ્રોજેક્ટ Space Odyssey ને આ જ કેટેગરીમાં રનર્સ અપ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. Space Odyssey ની રનર્સ અપ તરીકેની પસંદગી રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ સમાન ગણાઈ રહી છે.

દેશના બિલ્ડર્સ અને ડેવલોપર્સમાં પ્રતિષ્ઠિત ગણાતા CREDAI Awards for Real Estate Excellence 2025 માં સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટના યંગ અને ડાયનામિક બિલ્ડર ધ્રુવીક તળાવિયાના નેતૃત્વમાં પટેલ ટીમ્બર ગ્રુપ દ્વારા નિર્મિત "SPACE ODYSSEY " પ્રોજેક્ટને Best Commercial Project ની કેટેગરીમાં રનર્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ધ્રુવીક પટેલની આ ગૌરવ ભરી સિદ્ધિ થકી રાજકોટને દેશના બાંધકામ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત થયુ છે. ધ્રુવીક પટેલ નિર્મિત આ 22 માળના પ્રીમિયમ કોર્પોરેટ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્લાનિંગ સાથે ઇનોવેટિવ વિઝનનો સમાવેશ થયેલ છે. આ પ્રોજેક્ટમાં એલિવેટેડ પાર્કિંગ, જીમનેસિયમ, કોન્ફરન્સ હોલ, કોર્પોરેટ લાઉન્જ અને કેફેટેરિયા જેવી ઇનોવેટિવ એમીનિટીઝ જેવી અનેક વિશિષ્ટતાઓ છે.

દેશની રાજધાની દિલ્લી ખાતે ક્રેડાઈ નેશનલ કોન્કલેવમાં આજના આ એવોર્ડ સમારંભમાં "SPACE ODYSSEY" પ્રોજેક્ટ નો રનર્સ-અપ એવોર્ડ લેવા માટે તેમના લઘુબંધુ ભવ્ય તળાવીયા, મીરા તળાવિયા અને રસીલાબેન ઘનશ્યામભાઈ તળાવિયા ખાસ ઉપસ્થિત રહી અને ક્રેડાઈ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ શેખરભાઈ પટેલ હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને તમામનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

આજકાલ સાથેની વાતચીતમાં ધ્રુવીક પટેલ હાલ વિદેશ પ્રવાસે હોય, જિંદગીની મહત્વપૂર્ણ ક્ષણમાં ઉપસ્થિત ન રહી શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો અને સાથોસાથ ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ભગવાન અને પરિવારનો અંતરથી આભાર માન્યો હતો. આ કોન્કલેવ રાજકોટથી ભાગ લેવા ખાસ ઉપસ્થિત રહેલા ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ પરેશ ગજેરા, ગોપી પટેલ, દિશીત પોબારૂ, જય જોબનપુત્રા વિગેરેનાઓ આ ગૌરવપૂર્ણ ઘડીના સાક્ષી બન્યા હતા.

