BREAKING NEWS

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટીમાં 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો, બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટરોએ દારૂની છોળો ઉડાડી

  • February 05, 2026 09:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ નજીક ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. એક દંપતી દ્વારા 25મી મેરેજ એનિવર્સરીના બહાને આયોજિત કરવામાં આવેલી આ ખાનગી પાર્ટી પર પોલીસને બાતમી મળતાં તાત્કાલિક રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પાર્ટીમાં હાજર આશરે 81 જેટલા યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


મળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. 


અનેક મોટી હસ્તીઓ પાર્ટીમાં આવી હતી

પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે. મહેફિલમાં 20થી વધારે લક્ઝુરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. એક દંપતી દ્વારા લગ્નજીવનની 25મી વર્ષગાંઠ નિમિત્તે હાઇપ્રોફાઇલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઉજવણી કરતા 81 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર ક્ષેત્રે સંકળાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે. મોડી રાતે જ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.​​​​​​​

હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ

પોલીસે રેડ કરતા જ મહેફિલમાં ભંગ પડ્યો હતો અને ત્યાં હાજર યુવક અને યુવતીઓમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ 81 જેટલા યુવક યુવતીની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને ત્યાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયા હતા. 


મહિલાઓને મેડિકલ ટેસ્ટ બાદ છોડી મૂકાઈ 

મળતી માહિતી અનુસાર મહિલાઓને સાડા ત્રણ વાગ્યે વહેલી સવારે જ્યારે પુરુષોને સાડા પાંચ વાગ્યે વહેલી સવારે જ મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને મેડિકલ તપાસ બાદ નોટિસ ફટકારીને છોડી મૂકવામાં આવી હતી. જ્યારે પુરુષો હજુ પણ પોલીસની જ કસ્ટડીમાં છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News