BREAKING NEWS

IPL ઓક્શન 2026 LIVE: કૈમરન ગ્રીન 25.20 કરોડમાં વેચાયો, વિદેશી ખેલાડીમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બન્યો, પથીરાના 18 કરોડમાં સોલ્ડ

  • December 16, 2025 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


IPLનું મિની ઓક્શન અબુ ધાબીમાં ચાલી રહ્યું છે. 10 ટીમ કુલ 77 ખેલાડીઓને ખરીદવા માટે બોલી લગાવી રહી છે. આ ઓક્શનમાં કુલ 350 ખેલાડીઓના નામ ઓક્શન પૂલમાં લાવવામાં આવશે.


ઓસ્ટ્રેલિયાના ખેલાડી કૈમરન ગ્રીન વિદેશી ખેલાડીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે સોલ્ડ થયો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચૈન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે તેને ખરીદવા માટે રસાકસી થઈ હતી. અંતે કોલકાતા નાઈટ રાઈડર્સ કૈમરીન ગ્રીનને ખરીદવામાં મેદાન મારી ગયું હતું. સરફરાઝ ખાનની બેઝ પ્રાઈઝ 75 લાખ રાખવામાં આવી હતી. જોકે તે અનસોલ્ડ રહ્યો હતો. સાઉથ આફ્રિકાના અનુભવી બેટર ડેવિડ મિલરને તેની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા છે. મિલર આઈપીએલની 141 મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમ્યો હતો. પૃથ્વી શો અને ડેવોન કોન્વે પણ અનસોલ્ડ રહ્યા છે. 

LIVE અપડેટ્સ


રવિ બિશ્નોઈ- 7.20 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો

મથીશ પથિરાના- લખનઉં સુપર જાયન્ટ્સે 18 કરોડમાં ખરીદ્યો

ઓનરિક નોર્ખ્યા- બે કરોડમાં લખનઉ સુપરજાયન્ટ્સ ખરીદ્યો

શિવમ માવી- અનસોલ્ડ

જેકબ ડફી- 2 કરોડમાં આરસીબીએ ખપીદ્યો

દીપક હુડા- અનસોલ્ડ

કે. એસ. ભરત- અનસોલ્ડ

સાઉથ આફ્રિકાના ખેલાડી ક્વિંટન ડિ કોકને મુંબઈ ઈન્ડિયન્સે એક કરોડમાં ખરીદ્યો

રહમાનતુલ્લાહ ઓમરજાઈ- અનસોલ્ડ

જોની બેયરસ્ટો -અનસોલ્ડ

જેમી સ્મિથ-અનસોલ્ડ

બેન ડકેટને દિલ્હી કેપિટલ્સે બે કરોડમાં ખરીદ્યો

ફિન એલન- અનસોલ્ડ

મેટ હેનરી- અનસોલ્ડ

આકાશદીપ- અનસોલ્ડ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News