કેનેડાના પીએમ માર્ક કાર્ની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે
કેનેડાના પીએમ માર્ક કાર્ની પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે
October 14, 2026 11:20 AM
કેનેડાના પીએમ માર્ક કાર્ની આવતા વર્ષે ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન બને તેવી ઉજળી સંભાવનાઓ દેખાઈ રહી છે. ભારત અને કેનેડા વચ્ચે વધતી જતી નિકટતા વચ્ચે આ શક્યતા પર ચર્ચા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માર્ક કાર્નીએ તાજેતરમાં ફોન પર વાત કરી. બંને નેતાઓએ ભારત-કેનેડા સંબંધોમાં સકારાત્મક ગતિને આગળ વધારવા, વ્યાપક આર્થિક ભાગીદારી કરારને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા અને 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.ભારત જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે કેનેડાના પીએમ માર્ક કાર્નીની સંભવિત મુલાકાત અંગે ચર્ચા કરી રહ્યું છે. જોકે, મુખ્ય મહેમાન તરીકે તેમની નિમણૂકની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન, બંને દેશો વેપાર, ઉર્જા, ટેકનોલોજી, સુરક્ષા અને લોકો વચ્ચેના સંપર્કો જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.એટલું જ નહી, મોદી યુએસમાં જી 20 સમિટમાં ભાગ લેવા જતા કેનેડાની મુલાકાત લેશે અને ત્યારે વેપાર કરાર પર પ્રગતિની થાય તેવી સંભાવનાઓ છે.