પીજીવીસીએલમાં વિધુત સહાયકોની હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવાના દાવા સાથે ભરતીના વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોએ નિમણૂકની માગણી સાથે શ કરેલું ડે નાઈટ સત્યાગ્રહ આંદોલન આજે પણ ચાલુ રહ્યું છે. જેમાં પીજીવીસીએલ કોર્પેારેટ કચેરી ખાતે ભરતી પરીક્ષા ઉચ્ચ માર્કસ સાથે પાસ કરનાર એપ્રેન્ટીસ ઉમેદવારોના વેઇટિંગ લિસ્ટવાળા ૩૦૦થી વધુ ઉમેદવારો ધરણામાં બેઠા છે, એન એસ યુ આઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ ધરણા છાવણી ખાતે આજે કોંગ્રેસ અગ્રણીઓ મહેશ રાજપુત તેમજ રાજદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી.
પીજીવીસીએલ કોર્પેારેટ કચેરી ખાતે પરીક્ષા પાસ કરનાર એપ્રેન્ટિસ ઉમેદવારોના જણાવ્યા મુજબ આરટીઆઇ મુજબ માહિતી માગવામાં આવતા, પીજીવીસીએલના ૪૬ ડિવિઝનમાંથી માત્ર ૧૦ ડિવિઝનમાં વિધુત સહાયકોની ૩૬૧ જેટલી જગ્યા ખાલી પડી છે, આથી આખા પીજીવીસીએલના ૧૨ સર્કલના ૪૬ ડિવિઝનમાં ૧૦૦૦થી વધુ થવા જાય છે, જીએસઓ ચાર મુજબ ગત વિધુત સહાયકમાં એપ્રેન્ટીસ ભરતીની પરીક્ષામાં મોટું વેઇટિંગ લિસ્ટ રખાયું છે, અને સરકારી ઓર્ડિનન્સની મુદત ૧૫ ફેબ્રુઆરીએ પુરી થાય છે, તે પહેલા ખાલી પડેલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવાની માગણી સાથે સત્યાગ્રહ ધરણા કરી રહેલા ઉમેદવારોને નિમણૂક જોઈએ છે, ત્યારે પીજીવીસીએલ દ્રારા લાયકાત ધરાવતા અને ઐંચા માર્ક ધરાવતા ઉમેદવારોને બાકી રાખીને પીજીવીસીએલ દ્રારા મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે.
પીજીવીસીએલના વિધુત સહાયક ઈલેકટ્રીકલ આસિસ્ટન્ટ તેમજ એપ્રેન્ટીસ લાઈનમેનની પરીક્ષાના વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જીએસઓ૪ મુજબ ભરતી કરવામાં આવે અને વેઇટિંગ લિસ્ટની સમય મર્યાદા વધારવામાં આવે તે મુદ્દે તેઓની માંગ સંતોષાય તે માટે સૌરાષ્ટ્ર્રભરમાંથી ઉમેદવારો અને ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ અને શહેરના આગેવાનો સાથે મળીને પીજીવીસીએલ રાજકોટ ઓફિસ ખાતે ધરણાં પર બેઠા છે. યાં સુધી વિધાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી એનએસયુઆઈ દ્રારા આપવામાં આવી છે.
પીજીવીસીએલમાં ખાલી જગ્યાઓ અંગે ચીફ એન્જિનિયર ટેક ટીવી લાખાણીનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલના મહેકમ મુજબ, એક પણ જગ્યા ખાલી નથી. આ તકે ઉમેદવારોને પ્રશ્ન થઈ રહ્યો છે કે જો જગ્યા ખાલી ન હતી તો આટલું લાંબુ વેઇટિંગ લિસ્ટ શા માટે રાખવામાં આવ્યું ? વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને આ બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો હોય તેવી લાગણી પ્રવર્તે છે.
આંદોલન દબાવી દેવાના પ્રયાસો ? એનએસયુઆઈ પ્રમુખની શંકા
આજે બપોરે એને સિવાય પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે પીજીવીસીએલ કોર્પેારેટ કચેરીના ગેટ ઉપર વિધુત સહાયકોને ભરતીમાં ચાલી રહેલ શાંત સત્યાગ્રહ ધરણા આંદોલનને દબાવી દેવા તત્રં દ્રારા સૂચના આપવામાં આવી જાણવા મળ્યું છે. આથી ઉમેદવારોની વ્યાજબી લાગણી અને માગણી વ્યકત કરવા આજે બપોરે ૩:૦૦ વાગે મીડિયા સાથે કોર્પેારેટ કચેરીના ગેટ ખાતે સીધી વાતચીત માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech