આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈને રાજય ચૂંટણી આયોગ એકશન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવવાના હેતુથી આયોગે ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ઉમેદવારોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવતા પ્રચારનો એક–એક પિયો હિસાબમાં દર્શાવવો પડશે.
ચૂંટણી આયોગના નવા આદેશ અનુસાર, સોશિયલ મીડિયા પ્રચારને હવે પરંપરાગત પ્રચાર (જેમ કે બેનરો, રેલીઓ અને સભાઓ) જેટલું જ મહત્વ આપવામાં આવશે. ઉમેદવારો દ્રારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટુબ, એકસ (ટિટર) અને વોટસએપ જેવા પ્લેટફોર્મ પર કરવામાં આવતી તમામ પ્રકારની પેઈડ એડવર્ટાઈઝમેન્ટ, બૂસ્ટેડ પોસ્ટસ અને વીડિયો કેમ્પેઇનનો ખર્ચ ચૂંટણી ખર્ચના હિસાબમાં ગણવામાં આવશે.
નવી માર્ગદર્શિકા મુજબ, દરેક ઉમેદવારે ફોર્મ ભરતી વખતે અથવા પ્રચાર શ કરતા પહેલા પોતાના તમામ સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટસની વિગતો સંબંધિત ચૂંટણી અધિકારીને આપવી પડશે. જો કોઈ ઉમેદવાર ત્રાહિત વ્યકિત કે એજન્સી પાસે પ્રચાર કરાવશે, તો તેનો ખર્ચ પણ ઉમેદવારના ખાતામાં જ ઉધારવામાં આવશે.
ખર્ચ છુપાવવો ભારે પડશે
આયોગે સ્પષ્ટ્ર ચીમકી આપી છે કે જો કોઈ ઉમેદવાર સોશિયલ મીડિયા પર થતો ખર્ચ છુપાવવાનો પ્રયાસ કરશે અથવા ખોટો હિસાબ રજૂ કરશે, તો તેને ચૂંટણી આચારસંહિતાનો ગંભીર ભગં ગણવામાં આવશે. આવા કિસ્સામાં ઉમેદવાર સામે કાયદેસરની કાર્યવાહી અને ઉમેદવારી રદ કરવા સુધીનાં પગલાં પણ લેવામાં આવી શકે છે.
જિલ્લ ા ચૂંટણી અધિકારીઓને સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે ખાસ 'સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ' કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે. આ ટીમો ઉમેદવારોની ઓનલાઇન ગતિવિધિઓ, પ્રાયોજિત સામગ્રી અને વાયરલ વીડિયો પર સતત વોચ રાખશે.
પેઈડ બૂસ્ટ કરેલી પોસ્ટ અને ડિજિટલ એડનો ખર્ચ ફરજિયાત દર્શાવવો પડશે દરેક જાહેરાત માટે થયેલા ખર્ચના બિલ અને પેમેન્ટના પુરાવા જાળવવા પડશે.આજવના ડિજિટલ યુગમાં નાણાબળનો દુપયોગ રોકવા આ નિર્ણય લેવાયો છે.
ચૂંટણી આયોગના આ આક્રમક વલણથી હવે ડિજિટલ વોર લડતા ઉમેદવારોએ ફંકી ફંકીને ડગલાં ભરવા પડશે. આ નિર્ણયથી ચૂંટણી ખર્ચની મર્યાદાનું પાલન થશે અને તમામ ઉમેદવારોને સમાન તક મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application