વડોદરા નજીક કારમાં આગ ભભૂકી, ભાવનગરના પરિવારનો આબાદ બચાવ
વડોદરા નજીક કારમાં આગ ભભૂકી, ભાવનગરના પરિવારનો આબાદ બચાવ
October 13, 2025 09:28 AM
સુરત રહેતો પરિવાર વતન ભાવનગર આવી રહ્યો હતો ત્યારે વડોદરા નજીક ફાજલપુર ટોલનાકાથી થોડે દૂર કાર પહોંચી હતી ત્યારે કોઈકારણોસર કારના એન્જીનમાં આગ ભભુકતા કારમાં સવાર તમામ પાંચ સભ્યો સમયસૂચકતાથી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. જો કે સડસડાટ દોડી રહેલી કારના એન્જીનમાં અચાનક આગ ભભુકતા સભ્યોમાં ભય સાથે નાસભાગ મચી હતી. આગની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાબડતોબ પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી. ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ મૂળ ભાવનગરનો અને હાલ સુરત રહેતો પરિવાર ભાવનગર ખાતેના ગ્રામ્ય પંથકમાં આવવા સુરતથી કાર લઈ નીકળ્યો હતો.આવી રહ્યા હતા. દરમ્યાનમાં વડોદરા નજીકના ફાજલપુર ટોલનાકાથી આગળ કાર પસાર થઈ હતી ત્યારે કારના એન્જીનમાં એકાએક આગ ભભુકી ઉઠતા કારમાં સવાર પાંચ લોકો કારમાંથી બહાર નિકળી જતાં તમામનો આબાદ બચાવ થયો હતો. કારમાં આગ ભભુકતા થોડી વાર માટે નાસભાગ મચી હતી. બનાવના પગલે સ્થળ પર દોડી આવેલા સ્થાનિકો દ્વારા પાણી છાંટી આગને કાબુમાં લીધી હતી.