શાપર વેરાવળ પોલીસની ટીમને વેરાવળમાં મૌસમ એગ્રો સીડ કારખાના પાસેના વિસ્તારમા ખુલ્લા પ્લોટમાંથી પોલીસે વિદેશી દારૂ રેઢી મળી આવી હતી. પોલીસે ૬૮ બોટલ દારૂનો જથ્થો અને કાર સહિત કુલ રૂ.૫.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેટરની શોધખોળ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળ પોલીસ મથકના પીઆઇ આર. બી. રાણાની રાહબરી હેઠળ પીએસઆઇ આર. ડી.સોલંકી તથા તેમની ટીમ જેમાં હેડ કોન્સ્ટેબલ તુષારસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિમલભાઈ વેકરીયા , મનસુખભાઈ ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ ચૌહાણ,વિમલભાઈ વેકરીયા તથા અલ્પેશભાઈ ડામસી પેટ્રોલીંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે વેરાવળ મૌસમ એગ્રો સીડ ડ્રીલની બાજુમાં આવેલ ઉર્જા ગેઇટની અંદર ખુલ્લા પ્લોટમાં કાળા કલરની નંબર વગરની સ્વિફ્ટ કારમાં વિદેશી ભરેલ હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે નંબર વગરની સ્વિફ્ટ કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 68 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે વિદેશીદારૂ સહિત રૂ.૫,૭૭,૨૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. કાર નં.GJ-03-PD-3578 માં દારૂનો જથ્થો રાખી અહીં કાર રેઢી મૂકી નાસી જનાર કારચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech