ગોંડલ ચોકડી પાસેથી પીસીબીની ટીમે દા–બિયર ભરેલી કાર ઝડપી લઇ .૭.૨૨ લાખનો મુદામાલ કબજે કરી બોટાદનો શખસની ધરપકડ કરી હતી. ઝડપાયેલો શખસ દમણથી દા ભરી ખોડિયારનગરમાં રહેતા સુખદેવ પરમારને સપ્લાય કરવા જતો હોવાનું સામે આવતાં પોલીસે રીસીવરને પણ સકંજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.
દાના આ દરોડાની વિગત મુજબ, પીસીબીના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલ ચોકડી પર હત્પડકો ચોકડીથી ગોંડલ તરફ જતાં ગોંડલ ચોકડીથી નીચે ઉતરતા સર્વીસ પુલના છેડે કૈલાસ હોટેલની સામે રોડ ઉપર ઉભેલા એક કારમાં દા ભર્યેા છે, જે બાતમીના આધારે દરોડો પાડી નંબર પ્લેટ વગરની કારમાં બેસેલ શખસને અટકમાં લઈ નામ પૂછતા પોતાનુ નામ ભરત ભગવાન કમેજળીયા (ઉ.વ.૩૫, ધંધો. ખેતી રહે.શીવનગર, આઇડીયાના ટાવર પાસે, બોટાદ) હોવાનુ જણાવ્યું હતું.
પોલીસે કારમાં જોતાં પાછળની શીટમાં દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ૫૨૮ બોટલ .૧.૭૬ લાખ અને બિયરના ૧૬૮ ટીન .૪૫૬૦૦ અને કાર મળી કુલ . ૭.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર ચાલકની ધરપકડ કરી પુછતાછ આદરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ, પકડાયેલ શખસ દમણથી વિદેશી દા – બીયર ભરી સુખદેવસિંહ કનુભા પરમાર (રહે.ખોડીયાર નગર શેરી નં.૫ એસ.ટી. વર્કશોપ પાછળ) ને આપવાનો હતો. હાલ પીસીબીની ટીમે સુખદેવસિંહ પરમારને પણ સકંજામાં લઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application