નાનામવા રોડ પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ: 1.56 લાખનો મુદ્દામાલ કબજે

  • June 10, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહેરના નાનામવા રોડ પર દાસી જીવણપરા નજીકથી એલસીબી ઝોન-૨ ની ટીમે દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી 24 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 1.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂના આ જથ્થા સાથે લક્ષ્મીનગરમાં રહેતા શખસને પકડી પાડ્યો હતો.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના નાના મવા રોડ પર દાસી જીવણપરા નજીક એક શંકાસ્પદ આઇ-10 નંબર જીજે ૧ કે.ડી 5014 ને અટકાવી હતી. પોલીસે કાર ચાલકની પૂછતાછ કરતા તેનું નામ હાર્દિક ભુપતભાઈ ભટ્ટ (ઉ.વ 27 રહે. લક્ષ્મીનગર શેરી નંબર-૩) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારમાં તલાસી લેતા તેમાંથી 24 બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી દારૂનો આ જથ્થો અને કાર સહિત કુલ રૂપિયા 1.56 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી હાર્દિક સામે અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.


દારૂના અન્ય દરોડામાં એલસીબી ઝોન-૧ ની ટીમે આજીડેમ વિસ્તારમાં હરી ઓમ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેડ નંબર 11 પાસેથી નિર્મળ જીવાભાઇ બરડીયા (ઉ.વ 37 રહે. સંતોષ પાર્ક શેરી નંબર 5) નામના વેપારને દારૂની બે બોટલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે યુનિવર્સિટી પોલીસે સાધુવાસવાણી રોડ પર સાધુ વાસવાણી ગર્લ્સ સ્કુલ પાસેથી દિનેશ ભીખાભાઈ ઠુંમર (ઉ.વ ૬૩ રહે. મોટા મવા), નિતેશ ભીખાભાઈ દસાડીયા(ઉ.વ ૪૩ રહે. પરિમલ સોસાયટી સાધુવાસવાણી રોડ) ને દારૂની એક બોટલ સાથે ઝડપી લઇ દારૂની બોટલ, એકટીવા અને સ્પ્લેન્ડર સહિત રૂ. 67,107 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પૈકી દિનેશ વેપારી હોવાનું અને નિતેશ કન્સ્ટ્રકશનનો ધંધાર્થી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application