BREAKING NEWS

ભાલના કાળા તળાવ ગામ નજીકથી વિદેશી દા‚ના જથ્થા સાથે કાર ઝડપાઈ

  • January 12, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાલ પંથકના  કાળા તળાવ ગામ નજીક  લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના  આધારે દારૂના જથ્થા સાથે કાર ઝડપી લઈ  દારૂ સહિતનો કુલ રૂપિયા ૪.૫૩ લાખનો મુદ્દામાલ કબ્જે  કરી ત્રણ શખ્સો  સામે ગુનો દાખલ કર્યો હતો. ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, કાર રજી નં. ૠઉં-૦૪-ઈઉં-૯૯૩૬ માં બહારથી વિદેશી  દારૂનો જથ્થો ભરી નિરમાના પાટીયા તરફથી ભાવનગર બાજુ આવી રહેલ છે. 
જે બાતમીવાળી જગ્યાએ ભાવનગર જિલ્લાના ભાલ પંથકના કાળા તળાવ ગામ નજીક  રોડ પર વોચમાં રહેતાં  દારૂ સાથે કાર નીકળતા ત્રણ અટકાવી તલાશી લેતા કારમાં દારૂની બોટલ નં. ૯૬૦ કિં.૨,૫૩,૪૪૦ મળી આવતા  કારમાં દારૂની હેરફેર કરી રહેલા જયેન્દ્ર ઉર્ફે જયલો અરવિંદભાઈ પટેલ (ઉ.વ.૪૨, રહે.એસ.બી.આઇ. બેંકની બાજુમાં, જુના પેટ્રોલ પંપ, ટેકરી ચોક, રૂવાપરી રોડ, ભાવનગર) અને  પ્રકાશ ઉર્ફે ભુરો વિનુભાઈ ચુડાસમા (ઉ.વ.૩૪, રહે.ઉલ્લાસ મીલની સામે,રૂવાપરી રોડ,ખેડુતવાસ, ભાવનગર) ને ઝડપી લઈ પૂછતાછ કરતા પ્રવીણ  ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા (રહે.કરચલીયા પરા, ભાવનગર)નું નામ ખુલતા  પ્રવિણને ઝડપી લેવા તજવીજ હાથ ધરી વિદેશી દારૂની ૯૬૦બોટલ, કાર તેમજ મોબાઈલ મળી  કુલ રૂપિયા ૪,૫૩,૯૪૦ મુદ્દામાલ કબ્જે કરી  ત્રણેયની વિરૂધ્ધ ભાવનગરના વેળાવદર પોલીસ મથકમાં  પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application