કાલાવડ રોડ પર અને તરઘડી પાસે બે કારમાં આગ લાગી: જાનહાની નહીં
કાલાવડ રોડ પર અને તરઘડી પાસે બે કારમાં આગ લાગી: જાનહાની નહીં
October 02, 2026 10:47 AM
રાજકોટના કાલાવડ રોડ અને તરઘડી ગામ પાસે બે અલગ-અલગ કારમાં અચાનક આગ લાગ્યાની ઘટનાઓ બની છે. ફાયરનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.આગની પ્રથમ ઘટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે આવેલ રંગોલી પાર્કમાં બની હતી. ત્યાં પાર્ક કરેલ એક હેરિયર કાર નં. જીજે-૦૩-જીએ-૧૭૫૫માં અચાનક શોર્ટ સર્કિટના કારણે બોનેટના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. મિનિટોમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટનાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ કાર માલિકે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં દોડી આવેલ ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.બીજી ઘટનામાં તરઘડી ગામ પાસે હાઈવે પર ઘટી હતી. જ્યાં તરઘડી ગામના કુરજીભાઈ મોલિયાની હોટલ જામનગર હાઇવે પર આવેલ છે. તેમની કાર તેમના સંબંધી લઈ ગયાં હતાં. જેઓ ગઈકાલ બપોરે કાર લઈ હોટલ પરત આવ્યાં ત્યારે કારમાં શોર્ટ સર્કિટ થતાં એકાએક આગ ફાટી નીકળી હતી. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ગાડીને રોડની એક બાજુએ ઉભી રાખી દીધી હતી અને તમામ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. હાઈવે પર કાર ભડભડ સળગવા લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતી. જે ઘટના અંગે કાર માલીકે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતાં તાત્કાલિક વોટર બ્રાઉઝર અને ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો,